28 વર્ષ પછી રામજન્મભૂમિ પરિસરમા શિવલિંગનો રૂદ્રાભિષેક, પ્રધાનમંત્રી મોદી ભૂમિપૂજન માટે…

અયોધ્યામાં રામમંદિર નિર્માણથી પહેલા ભગવાન શિવની આરાધના કરવામાં આવી રહી છે. શ્રી રામ મંદિર નિર્માણમાં કોઇ વિઘ્ન કે અડચણ ન આવે તેની મનોકામના સાથે રામ…

અયોધ્યામાં રામમંદિર નિર્માણથી પહેલા ભગવાન શિવની આરાધના કરવામાં આવી રહી છે. શ્રી રામ મંદિર નિર્માણમાં કોઇ વિઘ્ન કે અડચણ ન આવે તેની મનોકામના સાથે રામ જન્મભૂમિ પરિસરમાં 28 વર્ષ બાદ કુબેર ટીલા સ્થિત કુબેરેશ્વર મહાદેવનો આજે સવારે રૂદ્રાભિષેક શરૂ થયો.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ તેમજ મહંત શ્રી ગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલનયનદાસ રૂદ્રાભિષેક કરી રહ્યા છે. મહંત કમલનયનદાસ રામજન્મભૂમિ પર પહોંચી ગયા છે. અહીંયા ઘણા વર્ષો સુધી ચાલી રહેલા વિવાદના કારણે પૂજા ન થઈ શકી હતી. શિવલિંગ પર જળ ન ચડી શક્યું હતું.

સંત તેમજ કર્મચારીઓ સાથે પરિસરમાં પહોંચેલા કમલનયનદાસ એ કહ્યું કે રામ જન્મભૂમિ પર ભવ્ય નિર્માણની બાધાઓને દૂર કરવા માટે આ અનુષ્ઠાન થઈ રહ્યું છે. પુરાતાત્વિક કુબેર ટિલા 67 એકર જમીનની અંદર આવેલું છે.

કુસ્તીમાં જીત બાદ સ્થાનિક નિવાસી ગણપતરામ દ્વારા આ વિશાળ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે શિવરાત્રીના દિવસે જાન નીકળે છે. મંદિર મસ્જિદ વિવાદ બાદ થયેલા અધિગ્રહણના લીધે લાંબા સમય સુધી કુબેરેશ્વર મહાદેવ ની પૂજા થઇ શકી ન હતી. કમલનયનદાસ દ્વારા આજે પરિસરની અંદર રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદી પાસે સમય માંગશે ચંપત રાય

તેમજ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસની તૈયારી ઝડપી થઈ ગઈ છે. રવિવારે દિલ્હીમાં રામ મંદિર ટ્રસ્ટના સભ્યોની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે શિલાન્યાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવશે.

બેઠકમાં નરેન્દ્ર મોદી પાસે શિલાન્યાસ કરવા માટે સમય માંગણી અને આગળની કાર્યયોજના પર ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી તેમણે રામ મંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા આવવાનું નિમંત્રણ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *