અયોધ્યામાં રામલલ્લાની આરતીમાં ભાગ લેવા માટે હવે ઘરે બેઠાં મળશે ઓનલાઈન પાસ- બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

Ram Lalla Aarti Pass online Booking: રામનગરી અયોધ્યામાં ભગવાન રામની સ્વાગતની તૈયારીઓ ફૂલ ઝડપે ચાલી રહી છે. લગભગ તમામ કામગીરી પૂરી થવાની તેયારીમાં છે. સમગ્ર શહેરને શણગારવામાં આવી રહ્યું છે. તારીખ 22 જાન્યુઆરીએ રામલલા (Ram Lalla Aarti Pass online Booking) એમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે અને 23 જાન્યુઆરીથી ભક્તો અયોધ્યા જઈને ભગવાન રામની પૂજા પણ કરી શકશે.

ઉદ્ઘાટન પછી રામ મંદિરમાં દરરોજ આરતી થશે જે આરતીમાં પાસ લેનાર લોકો જ તેમાં હાજરી આપી શકશે અને આ માટે લોકો મંદિરના કાઉન્ટર પરથી પાસ ઑફલાઇન પણ લઈ શકે છે. જે લોકો અયોધ્યા જવાનું વિચારી રહ્યા છે અને જેમને રામલલાની આરતીનો લ્હાવો ઉઠાવો છે પરંતુ કાઉન્ટર પર લાઇન લગાવીને પાસ નથી બનાવવા માંગતા તો તમે ઓનલાઈન ઘરે બેસીને પણ પાસ બુક કરાવવાની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

રામ લલાની આરતીમાં હાજરી આપવા માટે તમે ઘરે બેઠા ઓનલાઈન પાસ લઈ શકો છો. મળતી માહિત અનુસાર, બુકિંગ સેવા 28 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી છે. જો તમે શ્રી રામ જીની આરતીમાં જવા માંગતા હો, તો જાણો કેવી રીતે તમે ઓનલાઈન પાસ બુક કરાવી શકો છો.

અયોધ્યામાં દિવસમાં ત્રણ વાર ભગવાન રામ લાલાની આરતીનો કાર્યક્રમ યોજાશે. પ્રથમ આરતી સવારે 6.30 કલાકે, બીજી બપોરે 12 કલાકે અને ત્રીજી સાંજે 7.30 કલાકે થશે. આ આરતીમાં ભાગ લેવા માટે ભક્તોએ પાસ મેળવવાનો રહેશે. આરતીના એક સ્લોટમાં માત્ર 30 લોકોને જ એન્ટ્રી મળશે અને પાસ વગરના લોકોને આરતીમાં આવવાની મંજૂરી પણ નહિ મળે.

આ રીતે પાસ ઓનલાઈન બુક કરો
ઓનલાઈન પાસ બુક કરવા માટે પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ઓફિસીયલ વેબસાઈટ srjbtkshetra.org પર જાઓ.

અહીં હોમપેજ અને આરતી વિભાગ પસંદ કરો.

અહીંથી તમે કઈ આરતીમાં ભાગ લેવા માંગો છો તે પસંદ કરો

આ પછી અન્ય જરૂરી વિગતો સાથે નામ, ફોટો, સરનામું અને મોબાઈલ નંબર ભરવાનો રહેશે.

આ પછી તમે આરામથી આરતી સમારોહમાં પણ ભાગ લઈ શકો છો.

મંદિરમાં કયા સમયે દર્શન શરૂ થાય છે?
અયોધ્યાનું રામ મંદિર 23 જાન્યુઆરીથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. 22મી જાન્યુઆરીએ ભગવાન રામ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે ત્યારે સામાન્ય ભક્તો 23મી જાન્યુઆરીથી તેમના દર્શન અને પૂજા કરી શકશે. જોકે, અત્યારે ભગવાન રામ અસ્થાયી મંદિરમાં હાજર છે. સવારે ખુલવાનો સમય સવારે 7 થી 11 નો છે. ભક્તો બપોરે 2 થી 7 વાગ્યા સુધી દર્શન કરી શકશે.