સુરત/ માણેકબા મટકા મૈસુર ઢોસાની હોટલ વાળા પરેશ મકવાણા પર અસામાજીક તત્વોનો ચાકુથી જીવલેણ હુમલો

રિપોર્ટર: દિનેશ પટેલ કામરેજ

Surat Crime: કામરેજમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતી ચિંતા પ્રેરક બની રહી છે. નજીવી અને સામન્ય બાબતે ચાકુથી જીવલેણ હુમલા જેવી ઘટનાઓથી પેદા થઈ રહ્યું છે ડરનું વાતાવરણ સર્જાય રહ્યું છે. વારંવાર મારામારી અને નજીવી બાબતે હિચકારા હુમલા સહિતની ઘટના ક્રમ જોતા કામરેજમાં ક્રાઇમ(Surat Crime) રેટનો ગ્રાફ સતત ઉચો જઈ રહ્યો છે.

ત્યારે કામરેજમાં આવેલી માણેકબા મટકા મૈસુર હોટલના પરેશભાઈ મકવાણા સાથે સામન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ અજાણ્યા યુવકોએ કામરેજમાં રાત્રીના સમયે ભય અને આતંકનું વાતાવરણ ઉભુ કરી દીધું હતું. મારમારીને લઈ હોટલમાં જમવા આવેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.ત્રણ પૈકી એ કે પરેશભાઈ મકવાણા પર બાવડાના ભાગે ચાકુથી હુમલો કરતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો.કામરેજના કેનાલ રોડ પર આવેલી રોયલ રેસી સામેના એચઆરપી બંગ્લો નંબર 10 ખાતે રહેતા 35 વર્ષીય પરેશભાઈ ગોરધનભાઈ મકવાણા કામરેજમાં માણેકબા મૈસુર મટકા નામે રેસ્ટોરન્ટ ચાલવી રહ્યા છે.

સોમવારે રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ પરેશભાઈ પોતની રેસ્ટોરન્ટ ખાતે હાજર હતા.ત્યારે તેમના સંબંધી હર્ષદભાઈની ફોર વ્હીલ સાથે બાઈક સવારને અકસ્માત થતા બાઈક સવારને કામરેજની સીટી લાઇફ કેર હોસ્પીટલમાં સારવાર માટે હર્ષદભાઈ તેમની ગાડીમાં મૂકી આવ્યા હતા.હર્ષદભાઈ બાદમાં ખર્ચની રકમ લેવા માટે પરેશભાઈ પાસે આવ્યા હતા.તે દરમ્યાન ત્રણ અજાણ્યા યુવકોએ પૈકી એક હર્ષદભાઈને તેમની ગાડીમાં બેસાડતા હોય પરેશભાઈ તેમજ રસીકભાઈ મકવાણા તેમને ગાડીમાંથી ઉતારતા હતા.ત્રણેય યુવકોએ તમે એકસીડન્ટ કરેલું છે.કહી ગાળાગાળી કરતા પરેશભાઈએ અકસ્માતમાં ઇજા પામેલાનો અમે ખર્ચ આપી દઈએ છીએ એવું કહ્યું હતું.

પરંતુ મારામારી અને ગાળા ગાળી દરમ્યાન પરેશભાઈ નીચે પડતાં તેમને માથાના ભાગે મૂઢ માર વાગ્યો હતો.તેઓ ઊભા થઈ તેમની હોટલ તરફ ભાગતા પીછો કરી ત્રણેય પૈકી એક જાડિયા વ્યકિતએ તેની પાસેનું ચપ્પુ પરેશભાઈના બાવડાના ભાગે મારી દીધું હતું.વચ્ચે છોડાવવા પડેલા પરેશભાઈના પ્રફુલ મકવાણા નામના કારીગરને પણ હાથમાં ચપ્પુ મારી દીધું હતું.મારામારી દરમ્યાન હોટલ નજીક લાગેલા cctv જોઈ ત્રણેય પૈકી એક સાકાભાઈ અહી કેમેરા છે.

અહીથી ચાલો કહી જતા જતા પરેશભાઈને અહી તો તું બચી ગયો બહાર મળ્યો તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી ફરાર થઈ ગયા હતા.ઘટનાને પગલે સ્થળ પર આવેલી 108 મારફતે ઇજાગ્રસ્ત પરેશભાઈને ખોલવડ દીનબંધુ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ઈજગ્રસ્ત પરેશભાઈ મકવાણાએ સાકાભાઈ નામધારી સહિત ત્રણ અજાણ્યા યુવકો વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.