પૈસા માટે બોલિવૂડના આયુષ્માન ખુરાના ‘મા’ને પણ વેચી શકે, ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત બદલ ખુરાના ટ્રોલ- જુઓ વાયરલ વિડીયો

Ayushmann Khurrana: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં થોડી જ ક્ષણોમાં કોઈ પણ ઘટના જંગલની આગની જેમ ફેલાઈ જાય છે. હાલમાં જ ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આયુષ્માન ખુરાના(Ayushmann Khurrana)નો છે, જેમાં અભિનેતા સ્ટેજ પર પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોના કારણે અભિનેતાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય યુઝર્સ પણ આયુષ્માનથી ખૂબ નારાજ છે અને તેને અલગ-અલગ વાતો કહી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

ટ્વિટર પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં આયુષ્માન ખુરાના પાકિસ્તાની સિંગર કૈફીનું પ્રખ્યાત ગીત ‘દિલ દિલ પાકિસ્તાન, જાન જાન પાકિસ્તાન’ ગાતો જોવા મળી રહ્યો છે. હિમાલયા હિંદુ નામના યુઝરે ખુરાનાનો તે વીડિયો X (Twitter) પર શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે, “શું હિન્દુઓ આ જાણે છે? જ્યારે પાકિસ્તાની આપણા સૈનિકોને મારી રહ્યા હતા ત્યારે આયુષ્માન ખુરાના ‘દિલ દિલ પાકિસ્તાની’ ગાતો હતો. આ તે લોકો છે જેઓ બાબરી મસ્જિદનું સમર્થન કરે છે અને રામ મંદિર જોઈને રડે છે. તેણે દરેક ફિલ્મમાં હિંદુ ભગવાનની મજાક ઉડાવી છે અને આપણે હિંદુઓ તેની ફિલ્મો જોઈએ છીએ. કેમ?”

શ્રી સિંહા નામના યુઝરે આ વીડિયો શેર કર્યો છે, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે પાકિસ્તાન આપણા સૈનિકો અને નિર્દોષ નાગરિકોને મારી રહ્યું હતું, ત્યારે તેઓ દિલ દિલ પાકિસ્તાન ગાતા હતા. આ જ કારણ છે કે મને બોલિવૂડના લોકો પર વિશ્વાસ નથી. આ લોકો સન્માન પણ વેચી શકે છે.આ ઉપરાંત અન્ય યુઝરે લખ્યું હતું કે,આ બૉલીવુડ ખાલી હિન્દૂ ધર્મના નામે નાટક જ કરે છે.

યુઝર્સે આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ કરી છે. આયુષ્માન ખુરાનાએ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પણ હાજરી આપી હતી. હવે યુઝર્સ આ બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જે લોકો પાકિસ્તાનના વખાણ કરી રહ્યા છે તેમને રામ મંદિર માટે કેમ આમંત્રણ આપવામાં આવ્યું.