Rajasthan Crime News: રાજસ્થાનના સીકરમાં એક મંદિરના બાબા વિરૂદ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ મૂકતા ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, બાબાએ (Rajasthan Crime News) તંત્ર વિદ્યાની આડમાં નશીલો પદાર્થ ખવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આ ઘટના કોઈને જણાવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સીકરના ખેડી દાતુંજલા વિસ્તારના શ્રેત્રપાળ મંદિરના બાબા બાલકનાથ સહિત અન્ય બે લોકોની વિરૂદ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતાં ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
પીડિતાએ શું ફરિયાદ કરી?
પીડિતાએ શું ફરિયાદ કરી?
સીકરના ખેડી દાતુંજલા વિસ્તારના ક્ષેત્રપાળ મંદિરના બાબા બાલકનાથે તંત્ર વિદ્યાની મદદથી તેના પરિવારની સમસ્યાઓ દૂર કરવાનું વચન આપી તેના પર દુષ્કર્મ આચર્યુ છે. બાબા અને તેના ડ્રાઈવરે આ અંગે કોઈને પણ ન જણાવવા ધમકી આપી હતી. જો કોઈને જાણ કરી તો તેના આખા પરિવારને મારી નાખવા તેમજ તેનો દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
પ્રસાદના નામે નશીલા પેંડા ખવડાવ્યા
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં તે મંદિરમાં પુજા કરવા ગઈ હતી. જ્યાં રાજેશ નામનો યુવક મળ્યો હતો. રાજેશે તેને બાબા બાલકનાથનો સંપર્ક કરાવ્યો હતો. બાબા બાલકનાથે તેની સમસ્યા દૂર કરવાનું વચન આપ્યું હતું. થોડા દિવસો બાદ બાબા બાલકનાથ તેને પોતાની ગાડીમાં તેના ઘરે મૂકી જવાનું કહ્યું, રસ્તામાં તેને પ્રસાદના નામે પેંડા ખવડાવ્યા હતા. પેંડા ખાતા જ યુવતી બેભાન થઈ ગઈ અને બાબાએ તેના પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું.
Has That Sanatani ‘Baba’ Been Arrested ?
*** Police registered a r*pe FIR against Baba Balak Nath. Sikar, #Rajasthan.
The victim student alleged that the Sanatani Baba promised to solve her problems with the help of tantra-mantra and kept disgracing her.
Then he threatened her… pic.twitter.com/5En8B3rsnL— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) October 20, 2024
જાનથી મારી નાખવાની આપી ધમકી
બાબાના ડ્રાઈવર યોગેશે દુષ્કર્મનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આરોપી બાબા અને તેના સહયોગીએ તેને સતત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીના આ આરોપોની તપાસ સીકરના જિલ્લા ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ એસસી-એસટી અજીત પાલને સોંપવામાં આવી છે. જેમણે વધુ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App