અમરેલી જીલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલી જીલ્લાના કાગવદર ગામના રહેવાસી બાબુભાઈ ટાંક જેમણે 10 હજાર કિલોમીટરની પગપાળા યાત્રા અને 12 જ્યોતિર્લીંગના દર્શન કરી પોતાના ઘરે પરત ફર્યા હતા.
ત્યારબાદ બાબુભાઈ ટાંકનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આ સંક્લાપની શરૂઆત પોતાના પરિવારના સભ્યોની રજ્ય લઈને કર્યો હતો. બાબુભાઈ ટાંકએ 10 હજાર કિલોમીટરની પગપાળા યાત્રા 267 દિવસમાં પુરી કરી હતી.
બાબુભાઈ ટાંકએ આ યાત્રાની શરૂઆત 18 સપ્ટેમ્બર 2020 ના રોજ કરી હતી. કોરોનાની ખતરનાક મહામારી દરમિયાન પણ તેમણે પોતાની આ યાત્રા ને શરુ જ રાખી હતી. જયારે બાબુભાઈ ટાંકને પૂછવામાં આવ્યું કે 10 હજાર કિલોમીટર ચાલવાનો આત્મવિશ્વાસ અને શક્તિ કઈ રીતે પ્રાપ્ત થયો હતો.
ત્યારે બાબુભાઈ ટાંકએ જવાબ આપતા કહ્યું કે, જયારે સાંજ થતી ત્યારે મને એમ ન લાગતું કે મને થાક લાગ્યો છે. પરંતુ મને એમ લાગતું હતું કે ભગવાન શિવ મને ચાલવાની શક્તિ પુરી પાડે છે. સાથે તેમણે કહ્યું છે કે, મેં ક્યારેય સાંજે જમવાની કે રહેવાની ચિંતા નથી કરી રાત પડતાની સાથે જ બધું આપમેળે થઇ જતું હતું.
બાબુભાઈ ટાંકએ પોતાની યાત્રાની શરૂઆત સોમનાથ જ્યોતિર્લીંગથી કરી હતી. બાબુભાઈ ટાંકએ 17 રાજ્યોમાં પગપાળા ચાલીને 12 જ્યોતિર્લીંગના દર્શન કર્યા હતા. તે જ્યાં જ્યાં ગયા તેના ફોટો પાડીને લાવ્યા છે.
જેને કારણે બધા લોકોને વિશ્વાસ થાય કે સાચે માં પગપાળા યાત્રા કરીને ઘરે પરત ફર્યા છે. સાથે તેમનું કહેવું છે કે આટલી મોટી પગપાળા યાત્રા કરવા છતાં પણ તેમને કોઈ પણ જાતનો કડવો અનુભવ થયો નહોતો. તેઓ 11 જુન 2021 માં 10 હજાર કીલોમીટરની પગપાળા યાત્રા કરીને પોતાના વતન અમદાવાદે પરત ફર્યા હતા અને ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.