દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેઓ દુનિયામાં અલગ અને સુંદર(Beautiful) દેખાય. આ માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. એવા ઘણા લોકો છે જેઓ સુંદર દેખાવા માટે વિવિધ પ્રકારની સર્જરી(Surgery) પણ કરે છે. આજકાલ લિપ ફિલર(Lip filler) એટલે કે લિપ સર્જરી (Lip surgery)નું ચલણ પણ ઘણું વધી ગયું છે. તમને દુનિયાભરમાં આવી ઘણી મહિલાઓ જોવા મળશે, જેમણે લિપ ફિલર સર્જરી કરાવી છે. જોકે ક્યારેક આ સર્જરી છેતરતી પણ હોય છે. ત્યારે હોઠની હાલત ખરાબ થઈ જાય છે. આવું જ કંઈક અમેરિકા (America)માં રહેતી એક મહિલા સાથે થયું છે. તેણે તેના હોઠ પર સર્જરી કરાવી હતી, કારણ કે તેના હોઠ નાના દેખાતા હતા, પરંતુ હવે એવી પ્રતિક્રિયા આવી છે કે મહિલાના હોઠ ફુગ્ગાની જેમ ફૂલી ગયા છે, જે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે.
મળતી માહિતી અનુસાર આ મહિલાનું નામ કેલી જોન્સ છે અને તે 23 વર્ષની છે. પેન્સિલવેનિયાની રહેવાસી કેલી વ્યવસાયે ટેક્નોલોજી કન્સલ્ટન્ટ છે. એક અહેવાલ મુજબ, તેને તેના હોઠ પસંદ નહોતા, કારણ કે તે ખૂબ જ પાતળા હતા, તેથી તેણે લિપ ફિલર લેવાનું વિચાર્યું. ગયા વર્ષે નવેમ્બરમાં, કેલીએ લિપ ફિલર ટ્રીટમેન્ટ કરાવી કારણ કે તેનથી હોઠ મોટા થઈ જાય છે. પરંતુ કેલી સાથે તેનાથી વિપરીત થયું હતું. તેના હોઠ મોટા થઈ ગયા, પણ એટલા મોટા થઈ ગયા કે તે ફૂલેલા ફુગ્ગા જેવા દેખાતા હતા.
હોઠ સામાન્ય કરતાં 8 ગણા સૂજી ગયા હતા:
રિપોર્ટ્સ અનુસાર, જ્યારે કેલીને પહેલીવાર લિપ ફિલરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું, તેના થોડા સમય બાદ તેના હોઠ ફૂલવા લાગ્યા. આવી સ્થિતિમાં તેને લાગ્યું કે કદાચ આવું થશે અને પછી બધું સામાન્ય થઈ જશે. એટલા માટે તેણે તેના ફૂલેલા હોઠ પર બરફ લગાવ્યો, જેના પછી તેના હોઠ વધુ ઝડપથી ફૂલવા લાગ્યા. લિપ ફિલર લીધાના લગભગ 48 દિવસ પછી કેલીના હોઠ સામાન્ય કરતા 8 ગણા વધુ ફૂલી ગયા હતા, ત્યારબાદ જ્યારે તેણે ડૉક્ટરને બતાવ્યું ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
દવા લીધા પછી સોજો ઓછો થયો:
ત્યારબાદ ડોક્ટરોએ તેને દવા આપી, જેના પછી તેના હોઠનો સોજો ઓછો થઈ ગયો. કેલીએ જણાવ્યું કે તેના હોઠ એટલા સૂજી ગયા હતા કે તે ન તો કંઈ ખાઈ શકતી કે ન પી શકતી. તેના હોઠનો સોજો પણ તેના ગળા સુધી પહોંચી ગયો હતો. જો કે, દવા લીધા પછી જ્યારે સોજો ઓછો થયો, ત્યારે તેની ચિંતા દૂર થઈ ગઈ, નહીં તો તે ખૂબ જ ડરી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.