ખરાબ દેખાતી જાંઘ થઇ જશે એકદમ ટાઈટ ટાઈટ- કરવી પડશે આ એક નાનકડી કસરત

Thigh Fat Reduce: મોટાપો આપણા શરીર માટે કેટલો હાનિકારક છે કદાચ આ વાતથી આપણે પણ વાકેફ છીએ. આપણી ખરાબ જીવનશૈલી તેમજ શારીરિક એક્ટિવિટી ઓછી હોવાને કારણે આપણા શરીરના નીચેના ભાગમાં ચરબી વધતી જાય છે. થાપામાં રહેલી ચરબી વધવાથી (Thigh Fat Reduce) લોકોને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનો સામનો કરવો પડે છે સાથે સાથે તેને રોજબરોજના જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વધતી જતી ચરબીને લીધે જીન્સ અથવા પેન્ટ પહેરવામાં પણ લોકોને મુશ્કેલી ઉભી થાય છે. તો આ સમયે તેને ઘટાડવી ખૂબ જરૂરી બની જાય છે. થાપાની આ ચરબીમાં કેવી રીતે કંટ્રોલ રાખી શકાય તેના માટે ઘણા પ્રકારના યોગાસનો તમે કરી શકો છો.

ઉષ્ટ્રાસન
ઉષ્ટ્રાસનની સાચી રીત તમને મોટાપાથી બચાવી શકે છે. થાપા ની ચરબીને ઓછી કરવા માટે આ અસર ખૂબ જ અસરદારક સાબિત થાય છે. આસન કરવા માટે સૌથી પહેલા વજ્રાસનમાં બેસો અને ત્યારબાદ પોતાના ઘુટણ પર ઉભા થઈ જાય તમારા પગના પંજા ઉપર ટેકવી લો. પછી પાછળની તરફ નમી તમારી એડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. આ મુદ્રામાં રહીને પાંચ છ વખત શ્વાસ લો અને પછી ફરીથી જૂની મુદ્રામાં આવી જાવ.

નટરાજ આસન
નટરાજ આસન પણ તમારા ખાપા ની ચરબીને સમસ્યાનો હલ લાવી શકે છે. આસન કરવાથી તમને ફાયદો થશે. આ આસન કરવા માટે સૌથી પહેલા તમે સીધા જ ઉભા રહો. ત્યારબાદ જમણા પગને પાછળ તરફ લઈ જાવ અને જમણા હાથથી જમણા પગને અંગૂઠાને સ્પર્શ કરો. ત્યારબાદ આજ મુદ્રામાં રહેતા જેટલું બની શકે તેટલો તમારો ડાબો હાથને સામેની તરફ લઈ જાઓ અને આગળ તરફ નમબાની કોશિશ કરો. કેટલીક સેકન્ડ બાદ ધીરેથી પહેલા કરેલી મુદ્રામાં વાપસ આવી જાવ અને તમારા બીજા પગ સાથે પણ આ જ રીતે રીપીટ કરો.

નૌકાસન
નૌકાસન કરવાની સાચી રીત જો તમે અપનાવી લો તો તે તમારા થાપા ના મસલ્સને મજબૂત કરે છે, સાથે જ તમારા થાપામાં જમા થયેલી વધારાની ચરબીને પણ ઓછી કરે છે. આ આસન કરવાની રીત એકદમ સરળ છે. પહેલા સીધા સુઈ જાવ ત્યારબાદ તમારા પગને ધીમે ધીમે ઉપર ઉઠાવતા જાવ. પછી બંને હાથો ને પગની સમાન અંતર ઉઠાવી આ અવસ્થામાં થોડીવાર માટે રહો. પછી ફરીથી મૂળ મુદ્રામાં આવી જાવ.

આ આસનનો સાચી રીતે પ્રયોગ કરવાથી ધીમે ધીમે ખૂબ સરળતાથી થાપાની ચરબીને ઘટાડી શકો છો. તેના લીધે તમે ઘણી બીમારીઓથી પણ બચી શકો છો અને રોગમુક્ત થઈ શકો છો.