હજુ તો IPL શરુ થઇ નથી ત્યાં આવ્યા મોટા ખરાબ સમાચાર- વાંચી ક્રિકેટ પ્રેમીઓને લાગશે મોટો ઝટકો

IPL 2022 હવે થોડા જ દિવસો બાદ શરૂ થવા જઈ રહી છે. 26 માર્ચે, પ્રથમ મેચ કોલકાતા અને ચેન્નાઈ(Kolkata vs Chennai) વચ્ચે રમાશે, પરંતુ આ ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખરાબ સમાચાર(bad news) સામે આવી રહ્યા છે, કારણ કે હવે IPL 2022 બંધ દરવાજા વચ્ચે યોજવામાં આવી શકે છે.

ચાહકોને પડ્યો મોટો ફટકો:
IPL 2022 માટે ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે. હવે IPL 2022 દર્શકો વગર થઈ શકશે. અગાઉ, મહારાષ્ટ્ર સરકારે ટૂર્નામેન્ટમાં 25 ટકા દર્શકોને મંજૂરી આપી હતી, પરંતુ હવે આ આદેશ પાછો ખેંચી શકાય છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં કોવિડ-19ના નવા ખતરા અંગે ચેતવણી આપી છે, જેની અસર IPL પર પડી છે. IPL 2022 ની મોટાભાગની મેચો મુંબઈના મેદાન પર રમવાની છે.

કેન્દ્રએ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે:
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે કે યુરોપિયન દેશો, દક્ષિણ કોરિયા અને ચીનમાં કોવિડ-19ના કેસ વધ્યા હોવાથી અમને ચેતવણી આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી પત્ર મળ્યો છે. આ અંતર્ગત અમારા આરોગ્ય વિભાગે પત્ર જારી કરીને સતર્ક રહેવા અને જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. અમે અત્યારે IPL મેચ પર કાઈ કહેવા માંગતા નથી.

સૌથી વધુ મેચ મુંબઈમાં યોજાશે:
કોરોના મહામારીને કારણે મોટાભાગની મેચો મહારાષ્ટ્રમાં યોજાશે. લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાવાની છે. મુંબઈના ત્રણ સ્થળો વાનખેડે સ્ટેડિયમ, ડીવાય પાટિલ અને બ્રેબોર્નમાં કુલ 55 મેચો રમાશે. આ સિવાય પુણેમાં 15 મેચ રમાશે. તમામ 10 ટીમો વાનખેડે અને ડીવાય પાટિલમાં 4-4 મેચ રમશે. આ સિવાય તેણે પુણે અને બ્રેબોર્નમાં 3-3 મેચ રમવાની છે. વર્તમાન સિઝનથી ટી20 લીગમાં મેચોની સંખ્યા 60થી વધીને 74 થઈ ગઈ છે.

કોરોના મહામારીના કારણે IPLને અસર થઈ છે. ગયા વર્ષે કોરોનાને કારણે IPL UAEમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે કોરોના ફાટી નીકળવાના કારણે IPL 2022નું આયોજન મહારાષ્ટ્રમાં થવાનું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 171 નવા કેસ સામે આવ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવેથી એલર્ટ પર છે અને આ માટે કોઈ છૂટ આપવા માંગતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *