હાલમાં રાજ્યના ભાજપના અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ CR પાટીલને લઈ એક સમાચાર સામે આવ્યા છે. સુરત શહેર ભાજપના વોર્ડ ન.19 (આંજણા-ડુંભાલ)ના વોટ્સએપ ગ્રુપમાં સતીષ રાણા નામના કાર્યકરે અશ્લીલ ફોટો મુકતા ગ્રુપના અન્ય ભાજપી સભ્યો ક્ષોભજનક સ્થતિમાં મુકાઈ ગયા હતા.
ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ તથા ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત અનેકવિધ મોટા નેતાઓની ઉપરાંત માજી નગરસેવકો તથા શહેર ભાજપના હોદ્દેદારો પણ સભ્ય સામેલ છે. સોમવારની રાત્રે 10 વાગ્યાની આજુબાજુ સતીષ રાણાએ અત્યંત બિભત્સ ફોટો ગ્રુપમાં શેર કરી દીધો હતો.
ગ્રુપમાં ફોટો સેન્ડ થયા પછી સતીષ રાણાને આ બિભત્સ ફોટો ગ્રુપમાંથી તાત્કાલિક ડિલીટ કરવા માટે વોર્ડ નં.19ના માજી નગરસેવક રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, આ ભાજપ પરિવાર ગ્રૂપ છે, ફોટો જલ્દી ડિલીટ કરી દો. જો કે, ત્યાર પછી પણ ફોટો ડિલીટ કરવામા આવ્યો ન હતો.
રાજેન્દ્ર અગ્રવાલની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે, આવી હરકત અશોભનીય છે કે, જે ચલાવી લેવામાં આવશે નહી, મેં વોર્ડ પ્રમુખને આ અંગે કહ્યું છે. જો કે, ત્યારપછી પણ ખુબ લાંબા સમય સુધી આ ફોટો ગ્રુપમાંથી ડિલીટ થયો ન હતો. આ અંગે ભાજપ મીડિયા કન્વીનર વિનોદ જૈને કહ્યું હતું કે, ગ્રુપમાં અશ્લીલ ફોટો શેર થયો હોવાની બાબત હજુ ધ્યાનમા આવી નથી.
અહીં નોંધનીય છે કે, પહેલા પણ વોર્ડ નં.19ના ભાજપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા. પૂર્વ વોર્ડ પ્રમુખ કેતન માટલીવાલાએ પણ આવા જ પ્રકારની હરકત અગાઉ ગ્રુપમાં કરવામાં આવી હતી. હવે આગળ શું પગલા લેવાય છે એ જોવું જ રહ્યું?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle