ભાવનગરમાં જાહેરમાં ધમધમી રહ્યું હતું જુગાર ધામ, અચાનક પોલીસે દરોડા પાડ્યા અને…

આજકાલ પોલીસ દ્વારા એવા ઘણા શખ્સોને ઝડપી પાડવામાં આવે છે જે જુગાર રમતા હોય અથવા ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતા હોય છે. આ દરમિયાન મહુવા કંપોઝના ખાડા પાસે જુગાર રમતા પાંચ 5 શકુનીઓને રોકડ રૂ.14,150ના મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. મહુવાના ગોપાલભાઇ મગનભાઇ વાજા (રહે.કંપોઝનો ખાડો)ના મકાન પાસે જાહેર જગ્યામાં જાહેર સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગેરકાયદે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમાતો હતો. પોલીસ દ્વારા રેડ કરતા જુગાર રમી રહેલા 5 ઇસમો મળી આવ્યા હતા.

આ ઉપરાંત તેમની પાસેથી ગંજી પત્તાના પાના તથા રોકડ રકમ રૂ.14,150/- પણ પકડાઈ હતી. રમી રહેલા ઈસમો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવી ભેગા થઇ કોવિડ 19 વૈશ્વિક મહામારી અન્વયે જાહેરનામાનો ભંગ કર્યો હતો. તેથી તેમની સામે આઇ.પી.સી. કલમ.269 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ.51(બી) તથા જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ તમામ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ્પેક્ટર એન.જી.જાડેજા તથા પો.સબ ઈન્સ્પેક્ટર એ.પી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ એન.વી.બારૈયા તથા પો.કોન્સ્ટેબલ તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડ્યા વગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

પકડાયેલ ઇસમોના નામ:
મુશભાઇ બાલાભાઇ પરમાર (ઉ.વ.૨૪) રહે.કંપોઝનો ખાડો, મહુવા
ભરતભાઇ કાળુભાઇ બાંભણીયા (ઉ.વ.૪૦) રહે.માસુમભાઇની વાડી,મહુવા
અશોકભાઇ લખમણભાઇ વાજા (ઉ.વ.૪૦) રહે.જનતા પ્લોટ નં.૧, મોરારી હનુમાન પાસે, મહુવા
જસુભાઇ ભાણાભાઇ જેઠવા (ઉ.વ.૩૭) રહે.જનક પુરી સોસાયટી, મહુવા
ગોપાલભાઇ મગનભાઇ વાજા (ઉ.વ.૩૫) રહે.કંપોઝનો ખાડો, મહુવા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *