હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. રાજ્યમાંથી વિવિધ જગ્યાએથી કુટણખાના પકડાઈ જવાંની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.રાજકોટ શહેરમાં પોલીસે સ્પાની આડમાં ચાલી રહેલાં કુટણખાનાનો પર્દાફાસ કર્યો છે.
શહેરનાં સામા કાઠા વિસ્તારમાં આવેલ એક સ્પાના ઓઠા તળે દેહવિક્રય થતો હોવાની માહિતી B-ડિવિઝન પોલીસને મળી હતી. સ્પા સંચાલકને પકડી પાડીને તેની સામે ઇમોરલ ટ્રાફિકીંગ એકટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટમાં આવેલ સામા કાઠા વિસ્તારમાં આવેલ પેડક રોડ પર પાણીનાં ઘોડા સામે ગાયત્રી કોમ્પલેક્ષનાં બીજા માળ પર ‘હોલી ડ્રોપ સ્પા’માં યુવતિઓ રાખીને તેની પાસે દેહવ્યાપાર કરાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને કારણે પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.
ગ્રાહકે ત્યાં જઇને ભાવતાલ પુછતાં એની પાસેથી સંચાલક દ્વારા શરીર સુખ માણવાના કુલ 2,000 રૂપિયા વસુલવામાં આવ્યા હતાં. સ્પામાં કુલ 4 રૂમ હતાં. જે પૈકીનાં એક રૂમમાં આ ડમી ગ્રાહકને યુવતીની પાસે મોકલવામાં આવ્યો હતો. અંદર પહોંચતાની સાથે જ એણે પોલીસને જાણ કરી દીધી હતી તથા પોલીસે દરોડો પાડીને કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો.
B- ડિવિઝન પોલીસે સ્પા સંચાલક સન્ની છોટાલાલ ભોજાણીની સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ-1856ની કલમ 3-4 પ્રમાણે ગુનો નોંધીને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસનાં જણાવ્યા મુજબ સન્ની ભોજાણી છેલ્લા કુલ 1 વર્ષથી ભાડાની જગ્યામાં સ્પા ચલાવી રહ્યો હતો પણ લોકડાઉનને લીધે સ્પા બંધ રહ્યું હતું.
ત્યારપછી એણે ઘણાં સમયથી કૂટણખાનુ ફરી ચાલુ કરી દીધું હતું. સ્પાની આડમાં કૂટણખાનુ ચાલી રહ્યું હોવાની જાણ પોલીસને ગંધ ન આવે તેની માટે તેને કોમ્પ્લેક્સ બહાર બોર્ડ પણ માર્યા ન હતાં. સન્નીએ સ્પામાં દિલ્હીની કુલ 3 યુવતિ તેમજ અમદાવાદની 1 યુવતિને રાખવામાં આવી હતી.
તે ગ્રાહકદીઠ કુલ 2,000 વસૂલી રહ્યો હતો. જેમાંથી યુવતિઓને કુલ 800 ચૂકવીને કુલ 1,200 પોતે રાખી લેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કૂટણખાનામાંથી મળેલ યુવતિઓને સાહેદ બનાવી છે તથા વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .
આ કિસ્સામાં સ્પાની આડમાં કૂટણખાનુ ચાલી રહ્યું હોવાની પોલીસને ગંધ ન આવે તેની માટે સંચાલકે કોમ્પ્લેક્સની બહાર બોર્ડ પણ માર્યા ન હતા તેમજ અંદર જ યુવતી પાસેથી દેહ વ્યાપાર કરાવી રહ્યો હતો. જેને કારણે પોતાનું સ્પા હાઇ લાઇટ ન થઈ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en