ઉત્તર પ્રદેશના બડાઉનમાં ગેંગરેપ અને ત્યારબાદ મહિલાની હત્યાના કેસમાં મોટી કાર્યવાહી થઈ છે. અહીં ઉઘૈતીના પોલીસ સ્ટેશન પ્રભારી રાઘવેન્દ્રને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. વળી આ કેસમાં બીજી ધરપકડ કરવામાં આવી છે, એટલે કે અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજી પણ આરોપીની શોધમાં છે.
હકીકતમાં રવિવારે એક 50 વર્ષિય મહિલા બડાઉનમાં તેના ગામના મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. જે બાદ મહિલાનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે ગેંગરેપની પુષ્ટિ થઈ હતી.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ, મહિલાના જનનાંગો પર ઈજાઓ થઈ છે અને મહિલાના પગમાં પણ ફેકટર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સામુહિક બળાત્કાર, હત્યાનો ગુનો નોંધી ત્રણ લોકોના નામ લીધા છે. આ મામલે કાર્યવાહી માટે પોલીસ દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે, મહિલા રવિવારે સાંજે મંદિરમાં ગઈ હતી, ત્યારે મોડીરાત્રે મહંત અને મંદિરના અન્ય બે લોકો દ્વારા મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. તે પછી એવું કહેવાતું હતું કે, મહિલા મંદિરથી આવતી વખતે કૂવામાં પડી હતી તે ત્યાં મૃત મળી હતી.
જોકે, પરિવારે બળાત્કાર અને હત્યા અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. વળી, જેઓ મહિલાનો મૃતદેહ છોડવા માટે આવ્યા હતા. તેઓએ ફક્ત તેમના પર આરોપ લગાવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો ત્યારે તેમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. તેમજ મહિલા સાથે બળજબરીના પુરાવા પણ મળ્યા હતા.
આ સમગ્ર મામલે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સવાલો ઉભા કર્યા છે. પ્રિયંકાએ ટવીટ કરીને લખ્યું છે કે, હાથરસના સરકારી કર્મચારીઓ શરૂઆતમાં ફરિયાદ સાંભળતા ન હતા, સરકારે અધિકારીઓને બચાવ્યા અને અવાજ દબાવ્યો, હવે બડાઉનમાં પોલીસ મથકે ફરિયાદ સાંભળી નહીં, ઘટના સ્થળની તપાસ પણ નહોતી કરી. યુપી સરકારની મહિલાઓની સલામતીના સંકલ્પમાં ખામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle