કોવિડ હોસ્પિટલના ICU માં ભીષણ આગ લાગતા એકસાથે આટલા દર્દીઓ જીવતા ભુંજાયા- જુઓ દ્રશ્યો

કોરોના મહામારીમાં એકબાજુ લોકોનાં જીવ જઈ રહ્યાં છે ત્યારે અત્યાર સુધીમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી હતી કે, હોસ્પિટલમાં લાગવાથી કેટલાય દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયાં…

કોરોના મહામારીમાં એકબાજુ લોકોનાં જીવ જઈ રહ્યાં છે ત્યારે અત્યાર સુધીમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી હતી કે, હોસ્પિટલમાં લાગવાથી કેટલાય દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયાં હોય! હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ ભભૂકી ઊઠી છે.

આગ લાગી ઉઠવાની ઘટના 8 વાગ્યે બની હતી. ઉપરના માળે આગ લાગેલ આગ ICU સુધી પહોચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે, તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આગ લાગવાથી હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો:
આગ લાગવાને લીધે હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આગ લાગવાને લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કોવિડ હોસ્પિટલના ICUમાં આગ લાગી ઊઠી હતી.

આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક જાણકારી મુજબ આગ એસીમાંથી લાગી ઊઠી હતી. આગ લાગી હોવાંના સમાચાર મળ્યા પછી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આની સાથે જ પોલીસના અધિકારીઓ પણ પહોંચ્યા હતા.

PM મોદીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ:
હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગની ઘટનાને પગલે PM નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટ કરીને દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના ટ્વીટ મારફતે દુર્ઘટનામાં મૃતક લોકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. આની સાથે જ દુર્ઘટનામાં ઘાયલ લોકોનું  સ્વાસ્થ્ય જલ્દી થવાની શુભકામના પાઠવી હતી.

હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો:
છેલ્લા થોડા સમયથી સમગ્ર દેશની હોસ્પિટલોમાં આગ લાગી ઉઠવાની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક તો કોરોનાના દર્દીઓને એકલા રાખવામાં આવે છે, ત્યારે આગના સમાચારથી દર્દીઓના પરિજનો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. અહીં નોંધનીય છે નાગપુરમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે આ દુઃખદ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *