બદ્રીનાથ જવાના હોવ તો જોઈ લેજો આ વિડીયો! ગાડીઓ છોડી આમથી તેમ ભાગ્યા શ્રદ્ધાળુઓ… કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્યો

Badrinath Highway Landslide: બદ્રીનાથની તીર્થયાત્રા હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. વાસ્તવમાં બદ્રીનાથ હાઈવે પર હેલાંગ (Helang) માં પહાડ પરથી ભૂસ્ખલન (Landslide) થવાને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ પ્રશાસને બદ્રીનાથની યાત્રા પર રોક લગાવી દીધી છે. હાઈવે પર ભૂસ્ખલન થવાનું આ દ્રશ્ય અત્યંત ભયાનક છે. આ વિડીયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના બાદ ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુ ખાતે બેરીયર લગાવી દેવામાં આવ્યા છે. તેમજ બદ્રીનાથ જતા તીર્થયાત્રીઓને રોકવા માટે કહેવામાં આવ્યું છે.

ટ્રાફિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ:

જો અહેવાલોનું માનીએ તો, પહાડ પરથી હાઈવે પર કાટમાળ પડતાં હજારો લોકો હાઈવે પર ફસાયેલા છે. વહીવટીતંત્ર દ્વારા આ સંબંધમાં માહિતી શેર કરવામાં આવી છે. કર્ણપ્રયાગના સીઓ અમિત કુમારે આ સંદર્ભમાં કહ્યું છે કે, હેલાંગમાં બદ્રીનાથ માર્ગ ખુલ્યા બાદ મુસાફરોને પરત આવવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ. આવી સ્થિતિમાં સાવચેતીના પગલારૂપે મુસાફરોને મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા છે.

ખુબ જ ભયાનક છે આ વિડિયો:

બદ્રીનાથ નેશનલ હાઈવે પર પહાડ પરથી પડી રહેલા કાટમાળનો આ વિડીયો ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે હજારો લોકો, બસો અને વાહનો રસ્તા પર ઉભા છે. આ દરમિયાન પહાડ પરથી એક મોટો કાટમાળ પડે છે, જેને જોઈને ત્યાં ઉભેલા લોકો ડરી જાય છે અને ચીસો પાડવા લાગે છે. આ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કાટમાળ પડ્યા બાદ લોકો અહીં-ત્યાં દોડતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય ખૂબ જ ડરામણું છે.

10,000 શ્રદ્ધાળુઓને પોલીસ પ્રશાસન દ્વારા રોકાયા:

NHIDCLએ જેસીબી લગાવીને બે કલાકની જહેમત બાદ હાઇવે ખુલ્લો કરાવ્યો હતો, પરંતુ છ વાગ્યાની આસપાસ ફરીથી ડુંગરનો એક ભાગ રોડ પર પડી ગયો હતો. રોડ બ્લોકને કારણે વાહનોની અવરજવર પણ ઠપ્પ થઈ ગઈ હતી. બદ્રીનાથ ધામ જતા લગભગ 10,000 શ્રદ્ધાળુઓને પોલીસ પ્રશાસન દ્વારા રોકી દેવામાં આવ્યા છે. આ મુસાફરોને જોશીમઠ, હેલાંગ, પાખી, પીપલકોટી અને ચમોલી મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *