Gujarat Heavy Rain Live: હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે આગાહી કરી છે. જો કે રજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેટલાક શહેરોમાં વરસાદી(Gujarat Heavy Rain Live) ઝાપટાંની પણ આગાહી કરવામા આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રફ છે તે થોડો એક્ટિવ થઇ જશે જેના કારણે બીજા અને ત્રીજા દિવસે ભારે વરસાદની શક્યતા છે. જોકે તે પહેલા કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાં થવાની સંભાવના રહેલી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે 8 ઓગસ્ટનાં રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની રહી શકે છે. આ સાથે જ જો 9 ઓગસ્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં પણ મધ્યથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘ રાજાએ વિરામ લીધો હોય તેમ જણાય રહ્યું છે. જેના કારણે બફારો અને ઉકળાટની સ્થિતિ ઊભી થઈ છે. અમદાવાદમાં એકાએક તાપમાનનો પારો વધતા લોકોએ બફારાનો અનુભવ કરી રહ્યાં છે. મંગળવારે અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, નલિયા, અમરેલી ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં તાપમાન 31 ડિગ્રી નોંધાવા પામ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App