વિશ્વનો સૌથી ખતરનાક આતંકી બગદાદીને અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધો છે. અમેરિકાએ એક સ્પેશ્યલ ઓપરેશનમાં બગદાદીને મોતને ઘાટ ઉતાર્યો હતો પરંતુ હવે આ ખાસ ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. અમેરિકાએ બગદાદીને મારવા માટે કરવામાં આવેલા ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં અમેરિકન સૈનિક બગદાદીના રહેઠાણ તરફ આગળ વધી રહ્યાં છે.
"…at the compound, fighters from two locations in the vicinity of the compound began firing on U.S. aircraft participating in the assault."
– Gen Frank McKenzie CDR USCENTCOM pic.twitter.com/SkrtHNDs7w— U.S. Central Command (@CENTCOM) October 30, 2019
અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે અમેરિકન કમાન્ડો ઝડપથી એક ઘર તરફ વધી રહ્યાં છે. આ કદાચ તે ઠેકાણુ છે જ્યા બગદાદી અને તેના આતંકી છુપાયેલા હશે. અમેરિકન કમાન્ડોની કેટલીક ટુકડીઓએ આ ઠેકાણા પર હુમલો કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે બે અલગ-અલગ ટીમ અલગ દિશામાં તે ઠેકાણા તરફ આગળ વધી રહી છે.
બગદાદીના આતંકીઓએ કર્યું હતું ફાયરિંગ
યૂએસ સેન્ટ્રલ કમાન્ડના ટ્વિટર હેન્ડલથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ દરમિયાન ત્યા ભારે ગોળીબાર થઇ રહ્યો હતો. અમેરિકન એરક્રાફ્ટને જોતા બગદાદીના લડાકુ એક્શનમાં આવ્યા હતા અને તેમને ફાયરિંગ શરૂ કરી હતી પરંતુ પહેલાથી ઓપરેશનની તૈયારી કરીને બેઠેલા અમેરિકન કમાન્ડોએ પણ તમામને એક-એક કરીને ખતમ કરી દીધા હતા. મહત્વપૂર્ણ છે કે આ પુરા ઓપરેશનમાં અમેરિકાનો એક પણ સૈનિક ન મર્યો. જ્યારે તેમણે બગદાદી સિવાય કેટલાક આઇએસઆઇએસના આતંકીઓને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
બિનલાદેનની જેમ જ દરિયામાં મૃતદેહ ફેંકવામાં આવ્યો
આતંકના સૌથી મોટા ચહેરા અબુ બકર બગદાદીનું શબને સમુદ્રમાં ફેકવામાં આવ્યો હતો. આ વાતની પૃષ્ટી પણ અમેરિકન સેના તરફથી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે બગદાદીએ ચારે તરફ ઘેરાયા બાદ પોતાના પુત્ર સહિત ખુદને બોમ્બથી ઉડાવી લીધો હતો. જે બાદ અમેરિકન સેનાએ તેના શબના ભાગને પોતાના કબજામાં લઇ લીધો હતો. અમેરિકન સેના અનુસાર આગામી 24 કલાકની અંદર તેના શબના ટુકડાને દરિયા વચ્ચે ફેકી દેવામાં આવ્યા હતા.