નવ વર્ષનો બાળક મૃત્યુ બાદ અન્ય પાંચને નવજીવન આપતો ગયો- વાંચો અહીં

આજકાલ લોકોમાં અંગદાન ની સમજ આવી ગઈ છે. મૃત્યુ બાદ લોકો બીજાને નવું જીવન આપવા માટે પોતાના અંગોનું દાન કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ વ્યક્તિ જ્યારે જીવતા હોય ત્યારે જ પોતાનું શરીર દાન આપી દેવાનું નક્કી કરે છે. આવી ઘણી સંસ્થાઓ છે જે અંગદાન વિશેની જાગૃતિ માટે લોકોને સમજાવે છે. તમે લોકો પણ જાગૃત થઈ અંગદાન તરફ આગળ વધ્યા છે. સુરતની ડોનેટ લાઈફ સંસ્થા બ્રેઇન્ડેડ વ્યક્તિઓના અંગદાન માટે જાગૃત કરે છે અને અન્ય લોકોને નવજીવન બક્ષે છે.

સુરતના હિંદુ સુથાર સમાજના અલ્પેશ મિસ્ત્રી અને તેમના પરિવારે પોતાના એકના એક વ્હાલસોયા નવ વર્ષીય પુત્ર સમીર બ્રેઈનડેડ થતા તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

ડોનેટ લાઈફ અને સમગ્ર સમાજ બ્રેઇનડેડ સમીર અલ્પેશ મિસ્ત્રીના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરીએ છીએ.

ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૫ કિડની, ૧૩૮ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૩ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૦ ચક્ષુઓ કુલ ૭૬૭ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૦૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *