ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના BAPS મંદિરમાં કર્યો નીલકંઠવર્ણી અભિષેક, પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ કોંગ્રેસ વિશે બોલ્યા કઈક આવું

બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના (Bageshwar Dham Dhirendra Shastri in Rajkot) રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને જયારે…

બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના (Bageshwar Dham Dhirendra Shastri in Rajkot) રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને જયારે આજે કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની (BAPS Rajkot) મુલાકાત લીધી હતી. બપોરના 1.30 વાગ્યે BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્વામિનારાયણ ભગવાનને જળાભિષેક કરી સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં બાબાએ કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા છે. બધા મુસ્લિમોને ભારતમાં રહેવાનો અધિકાર છે, કોઈ પણ ધર્મએ ભારત છોડવાની જરૂર નથી. હિન્દુ પર કોઈ પથ્થર ન ફેંકે તે માટે હિન્દુરાષ્ટ્રની જરૂર છે. રામજી જ્યાં જાય છે ત્યાં રાવણ ઊભા થાય છે. ભારત બાદ પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવવા ત્યાં જઈશું.

બાગેશ્વરધામના શાસ્ત્રી ધીરેન્દ્ર હાલમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પ્રવાસે છે. ગત દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સુરત અને અમદાવાદમાં દિવ્ય દરબાર યોજ્યા હતા. ત્યારે હવે આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર લાગવાનો છે. ગતરોજ બાબા હેલીકોપ્ટર મારફતે રાજકોટ આવ્યા હતા. ગઈકાલે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જૂનાગઢ ગયા અને ત્યાંથી સાંજે રાજકોટ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આજે દિવ્ય દરબાર ભરતા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના કાલાવડ રોડ ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. તેમના આગમન પર મંદિરના સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આ બાદ બાબા બાગેશ્વરે મંદિરમાં દર્શન કરી ભગવાન નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સ માં શું બોલ્યા Dhirendra Shastri?

રાજકોટ BAPS મંદિરે ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) બાબાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને દિલ્હીમાં થોડા દિવસો પહેલા સાક્ષીની સરાજાહેર હત્યા પર પણ પોતાનું નિવેદન આપ્યું હતું. આ બાદ તેમણે દરેક હિન્દુઓને હાથમાં માળા અને શસ્ત્ર રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત રાજકારણ પર પ્રશ્નો પુછાતા તેમણે રાજકીય બાબતો પર ચર્ચા ન કરતા હોવાનું કહ્યું છે.

પાકિસ્તાનને હિંદુ રાષ્ટ્ર બનાવવાના નિવેદન પર બાબાએ કહ્યું હતું કે, ભારત પહેલા હિંદુ રાષ્ટ્ર બની જાય પછી પાકિસ્તાન જઈશું. આ ઉપરાંત બાબાએ હિન્દુરાષ્ટ્રનો પણ મતલબ સમજાવ્યો હતો. રાજકોટમાં આજે સાંજે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બગેશ્વારનો દિવ્ય દરબારમાં યોજાશે. ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારો માંથી બાબાના ભક્તો ગતરાત્રીએથી જ રેસકોર્સ મેદાન ખાતે ઉમટી પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *