સુરતમાં એકસરખા ભાઈઓનું પરિણામ પણ એકસરખું… ધો10 બોર્ડમાં 95 ટકા લાવી રોશન કર્યું માતા-પિતાનું નામ

GSEB 10th Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરવામાં અવાયું છે.…

GSEB 10th Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરવામાં અવાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પરિણામમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં સારા માર્ક મેળવીને ડંકો વગાડ્યો છે અને પોતાના પરિવાર અને માતા-પિતાના નામની સાથે સમગ્ર રાજ્યનું નામ ખુબજ રોશન કર્યું છે.

ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ધોરણ-10ની પરીક્ષામાં બે જુડવા ભાઈઓનું પરિણામ એક જ સરખું આવ્યું છે. આ બે જુડવા ભાઈઓ સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, સફળિયા રુદ્ર અને સફળિયા રુત્વએ ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ-10ની પરીક્ષા આપી હતું.

મળેલી માહિતી અનુસાર સફળિયા રુદ્ર અને સફળિયા રુત્વના પિતા ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે જોડાયેલા છે. બંને જુડવા પુત્રનું ધોરણ-10 નું રિઝટ એકસરખું જ આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ 600 માર્કસમાંથી 570 માર્કસ સાથે 95.50 ટકા મેળવ્યા છે અને સફળિયા રુત્વએ પણ 600 માર્કસમાંથી 570 માર્કસ સાથે 95.50 ટકા જ મેળવ્યા છે. આ બને જુડવા ભાઈઓનું પરિણામ એક સરખુ આવતા પરિવાર સાથે શાળામાં ખુશીનો માહોલ છે.

ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ આવ્યું
ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 નું 64.62% પરિણામ આવ્યું છે. જો ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો, સૌથી વધુ 76.45% પરિણામ સુરત જિલ્લાનું છે, ત્યારે સૌથી ઓછુ 40.75% પરિણામ દાહોદ જિલ્લાનું છે.

અમદાવાદ શહેરનું 64.18% પરિણામ આવ્યું છે, તેમાંથી અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 65.22% છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% અવાયું છે, વડોદરા જિલ્લાનું પરિણામ 62.24% આવ્યું છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી બધારે પરિણામ 95.92% છે, ત્યારે સૌથી ઓછુ 11.94% પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલના કર્યે તો આ વર્ષે 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

ધોરણ 10 નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર આજે જાહેર કરવામાં આવ્યું છે. તમે ધોરણ 10 નું પરિણામ WWW.GSEB.ORG પર જોઈ શકો છો, તે ઉપરાંત WhatsAppના માધ્યમથી પણ તમે ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો. વ્હોટ્સએપથી 6357300972 નંબર પરથી તમે પરિણામ જોઈ શકો છો.  ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7 લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7 લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *