હાલમાં સંગ વિશ્વમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. મજૂર વર્ગથી લઈને ધનાઢ્ય વ્યક્તિઓ પણ આ મહામારીનો શિકાર બની રહ્યાં છે. હાલમાં આવી જ એક જાણકારી કોરોનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે.
કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં યથાવત રહેલો છે. જ્યારે અનલોકને લીધે તમામ ઇન્ડસ્ટ્રીને લગતા કામ ફરી શરૂ કરી દેવામાં આવ્યાં છે ત્યારે લોકો કામ માટે નીકળી રહ્યા છે. કોરોના સંક્રમણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. બોલિવૂડની વાત કરવામાં આવે તો આ પહેલા ઘણાં કલાકારોને એક બાદ એક કોરોના પોઝિટિવ આવવાનાં રિપોર્ટ મળી રહ્યા છે.
એમાંથી ઘણા લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે આની સાથે જ ફિલ્મ ‘બાહુબલી’ ની પ્રખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એને ગંભીર સ્તિથીમાં હૈદરાબાદમાં આવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તમન્ના ભાટિયા છેલ્લા ઘણાં દિવસોથી હૈદરાબાદમાં છે. અહીં તે એની આગામી વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત રહેલી છે. મળેલ જાણકારી પ્રમાણે તમન્ના ભાટિયામાં શૂટિંગ વખતે જ કોરોના વાયરસના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારપછી એનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.
તમન્નાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ એમને તાત્કાલિક હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં એની કોવિડ -19 ની સારવાર ચાલી રહી છે. હાલમાં તમન્ના ભાટિયાનાં ચાહકો તથા શુભેચ્છકો આ સમાચાર સાંભળીને એની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
તમન્નાએ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા એના ચાહકોને આ વિશે કોઈ જાણકારી આપી નથી. અહી ઉલ્લેખનીય છે કે, ગયા મહિને તમન્નાએ જણાવતાં કહ્યું હતું કે, એના માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યા હતા પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle