બાહુબલી ફેમ તમન્ના ભાટિયાએ બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

અભિનેત્રી તમન્ના ભાટિયા(Tamanna Bhatia) આ દિવસોમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ વાયરલ થઈ રહી છે.…

અભિનેત્રી તમન્ના ભાટિયા(Tamanna Bhatia) આ દિવસોમાં પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. તેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેનો નવો લુક ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. આ દિવસોમાં અભિનેત્રી તમન્ના ભાટિયા તેની આગામી વેબ સિરીઝ(Web series) ‘જી કરદા’નું પ્રમોશન કરી રહી છે, જે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ(Amazon Prime) પર આવશે.

સિરીઝની રિલીઝ પહેલા, તેણીએ બ્લુ કલરના બોડીકોન ડ્રેસમાં ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેની આ તસવીરો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે.

તમન્નાએ 15 વર્ષની ઉંમરે બોલિવૂડ ફિલ્મ ‘ચાંદ સા રોશન ચેહરા’થી અભિનયની શરૂઆત કરી હતી. તે મુખ્યત્વે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનય કરે છે.

અભિનય ઉપરાંત, તેણી ‘વ્હાઈટ-એન-ગોલ્ડ’ નામની છૂટક જ્વેલરી સ્ટોરની પણ માલિકી ધરાવે છે, જે તેણે 31 માર્ચ, 2015 ના રોજ શરૂ કરી હતી.

બાહુબલી ફેમ અભિનેત્રીના આ કાતિલ લુક પર ચાહકોની નજર છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તેનો સ્ટાઇલિશ દેખાવ છોકરીઓ માટે પ્રેરણારૂપ છે.

તસવીરોમાં તમન્ના ખૂબ જ અનોખા ગેટઅપમાં જોવા મળી રહી છે. તેની આ તસવીરો પર ઘણા લોકોએ પ્રેમ વરસાવ્યો હતો, જ્યારે એક વીડિયોમાં કેટલાક યુઝર્સે તેને ચાલવા પર ટ્રોલ કરી હતી. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, તે આ રીતે કેમ ચાલે છે? અન્ય યુઝરે કમેન્ટ કરી કે, તે છોકરાઓની જેમ કેમ ચાલી રહી છે. તેણીના ચાલવાનું શું થયું.. ત્રીજાએ લખ્યું, કુસ્તીબાજની જેમ ચાલવું.

જો કે, તમન્ના પેસ્ટલ બ્લુ, બોડીકોન લેધર ડ્રેસ અને મેચિંગ બ્લુ હીલ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે આ ડ્રેસ તેની વેબ સિરીઝ ‘જી કરદા’ના પ્રમોશનલ ઈવેન્ટ માટે પહેર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *