માત્ર 33 હજારમાં ઘરે લાવો બજાજની આ ગાડી, આપે છે ગજબની માઈલેજ

ભારતના બજારમાં વધુ માઇલેજ આપતી ઘણી બધી ગાડીઓ જોવા મળે છે, જેમાં Bajaj CT100 પણ સમાવેશ થાય છે. આ બાઇકની માઇલેજ ખુબ જ જોરદાર છે અને તેની કિંમત પણ બીજા કરતા ખુબ ઓછી છે. ચાલો હવે આપણે જાણીએ કે, આ ગાડી કેટલી માઇલેજ આપે છે અને બજારમાં તેની કિંમત કેટલી છે ?

Bajaj CT 100માં ફોર સ્ટ્રોક, સિંગલ સિલેન્ડક, નેચરલ એર કૂલ્ડ એન્જિન મુકવામાં આવ્યું છે. તેમાં 102 સીસીનું એન્જિન છે, જે 7500 આરપીએમ પર 7.7 પીએસ પાવર અને 5500 આરપીએમ પર 8.24નો ટૉર્ક જનરેટ કરે છે.

Bajaj CT 100નું કુલ વજન લગભગ 110 કિલો છે. તેમાં 10 લીટરનું ફ્યૂલ ટેન્ક પણ આપવામાં આવ્યું છે સાથે જ આ બાઇકની લંબાઇ 1,945 એમએમ જ્યારે પહોળાઇ 752 એમએમ છે.

Bajaj CT 100ની દિલ્હી એક્સ શૉરૂમની કિંમત 33,402 રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ આ બાઇકની માઇલેજ 90 કિમી પ્રતિ લીટર છે. Bajaj CT 100ની ફ્રન્ટમાં 110 ડ્રમ અને રિયરમાં 110 ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે માઇલેજના મામલે Bajaj CT 100 ઉપરાંત Bajaj Platina પણ જબરદસ્ત છે. Bajaj Platinaની દિલ્હી એક્સ શૉરૂમની કિંમત 39,987થી શરૂ થાય છે. તેની માઇલેજ 90 કિમી પ્રતિ લીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *