તાજેતરમાં દક્ષિણ ગુજરાત(Gujarat)ના મહુવા(Mahuva)ના કાછલ ગામ(Kachhal village)ના ચૌધરી આદિવાસી સમાજ દ્વારા જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચવામાં આવ્યું છે. આ બંધારણમાં સમાજની આગવી ચૌધરી(Chaudhary) બોલીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
કાછલ ગામના ગ્રામજનો દ્વારા ભેગા મળીને ગ્રામ સમાજનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા, તેમની ભાષાને મહત્વ આપવા સહિતના જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીના નેતૃત્વમાં ચૌધરી સમાજની બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી ચૌધરી સમાજના સામાજિક ખર્ચાઓ ઘટાડવા અને દર્શાવવા માટે 33 પ્રકારના સામાજિક સુધારાઓ સાથેનું બંધારણ ઘડવામાં આવ્યું હતું.
ચૌધરી સમાજે નવા બંધારણમાં આ સુધારા સામેલ કર્યા છે
સગાઈમાં જમણવાર રાખવો નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી
સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ
સામાજિક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી મૂકવી નહીં
મરણ પ્રસંગે જમણવાર રાખવો નહીં.
લગ્નવિધિ દરમિયાન ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું
લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ, ફક્ત નોતરું જ નાખવું
આવનારી પેઢીને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગ્રામજનો દ્વારા સર્વાનુમતે ગામની રચના માટે મતદાન કરવામાં આવ્યું હતું અને બંધારણમાં 33 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિર્ધારિત બંધારણના પુસ્તકનું ગામના દરેક ઘરમાં વિતરણ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ બંધારણનો 1 જૂન, 2022થી અમલ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.