ફોન પર મીઠી-મીઠી વાતો કરાવી મળવા બોલાવતી અને… સુરતમાં હનીટ્રેપ કરતા બે ઝડપાયા

સુરત(Surat): હત્યા(Murder), ચોરી(Theft) વગેરે બાદ હવે સુરતમાં હનીટ્રેપ (Honeytrap)ના કિસ્સાઓ પણ વધતા જણાઈ રહ્યા છે. હાલના દિવસોમાં ખાસ કરીને મહિલાઓના કેસમાં હનીટ્રેપની ઘટનાઓ સતત સામે આવતી જણાઈ રહી છે. મહિલાઓ મોકાનો લાભ ઉઠાવીને લોકોને બ્લેકમેઈલ કરે છે. જેના કારણે લોકો બદનામીના ડરે આપઘાત પણ કરી લેતા હોય છે.

અહીં, સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી એક મહિલા સહિત એક યુવકની વરાછા પોલીસે ધરપકડ કરી છે. જેમાં મહિલાએ યુવકનો ટેલીફોન સંપર્ક કરીને ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો હતો અને દુષ્કર્મની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.

આરોપી યુવતીનું નામ રીના હીરપરા છે. આ યુવતી સુરતના વરાછા વિસ્તારની રહેવાસી છે. મળતી માહિતી અનુસાર, આ યુવતીએ એક યુવકનો ટેલીફોની દ્વારા સંપર્ક કર્યો હતો અને મીઠી મીઠી વાતો કરીને યુવકને વાતોમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ શરીર સબંધ બાંધવા વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો હતો. જ્યાં આ યુવકના પહોચતાની સાથે જ રીના હીરપરાના સાથીઓ પોહચી ગયા હતા અને ફોટો પાડીને યુવતી સાથે દુષ્કર્મ ગુજારવા આવ્યો છે તેમ કહીને ધાક ધમકી આપી હતી. આ સિવાય દુષ્કર્મનાના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેને લઈને યુવક ગભરાય ગયો હતો.

આ મુજબ ધક-ધમકીઓ આપીને રીનાના સાથીઓએ પેહલા ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી ૨.૫૦ લાખમાં પતાવટ કરી હતી જેમાં યુવકે ૧.૫૦ લાખ રૂપિયા મંગાવી યુવતીને આપ્યા હતા જોકે બાકીના રૂપિયા લેવા માટે સતત ફોન કરીને હેરાન કરતા હતા જેને લઈને યુવકને વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. તેથી વરાછા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *