Gutka Tobacco Ban: રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવા માટે આ પ્રતિબંધ આગામી તારીખ સુધી લંબાવવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ રેગ્યુલેટરી(Gutka Tobacco Ban) ઓથોરિટીએ કહ્યું કે તેને વધુ એક વર્ષ માટે 13 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
ગુજરાત રાજ્યમાં ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ, આ નિર્ણય કરાયો છે.
ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂૂરી
આ સિવાય ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અને રેગ્યુલેશન્સ-2011 હેઠળ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોઈપણ ખોરાકમાં તમાકુ અથવા નિકોટિન ઉમેરવા પર પ્રતિબંધ છે. ગુટખામાં તમાકુ કે નિકોટીન હોવાના કારણે માનવ સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. તેથી નાગરિકો અને ભાવિ પેઢીના આરોગ્યની જાળવણી માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂૂરી હોવાનું નક્કી કરાયું છે.
આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
નિયમ ભંગ કરશે તો કડક કાર્યવાહી થશે
આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App