માત્ર 2 એકરમાં 1 લાખના ખર્ચાથી કરો 4 લાખની આવક; આ ખેતીએ ખેડૂતોને કર્યા માલામાલ

Banana Cultivation: જો તમે ખેતી સંબંધિત ક્ષેત્રે બમ્પર કમાણી કરવા ઈચ્છો છો, તો અહીં અમે તમને એક ખૂબ જ સારો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. તમે ઘરે બેઠા સારી કમાણી કરી શકો છો, તે માટે તમારે બહાર જવાની જરૂર નથી. અહીં અમે કેળાની ખેતી(Banana Cultivation) વિશે જાણકારી આપી રહ્યા છીએ. એકવાર કેળાનું ઝાડ વાવવાથી 5 વર્ષ સુધી ફળ મળી શકે છે. કેળાની ખેતીથી ખૂબ જ સારી કમાણી થઈ શકે છે, જેમાં ખેડૂતોને તાત્કાલિક પૈસા મળી જાય છે. હાલના સમયમાં ખેડૂત કેળાની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે.

ખેડૂત કેળાની ખેતીથી સારી કમાણી કરી રહ્યા છે
આપણા દેશના ખેડૂતો દ્વારા કેળાની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. આ એક એવું ફળ છે જે લગભગ દરેક વ્યક્તિ ખાય છે. આ કારણે બજારમાં તેની માંગ પણ વધારે છે. કેળાનો ઉપયોગ અનેક પ્રકારના ઉત્પાદનો બનાવવા માટે પણ થાય છે. જેમ કે કેળાની ચિપ્સ, કેળાની કરી વગેરે. જો તમે કેળાની ખેતી કરવા જઈ રહ્યા છો, તો તમારે આ પાકના રોગો અને જીવાતો વિશે જાણવું જ જોઈએ.

જો કે, જો તમે તેને સમયસર ઓળખી શકતા નથી, તો તે સમગ્ર કેળાના પાકને બરબાદ કરી શકે છે. કેળ બાગાયતી પાકમાં મહત્ત્વનો રોકડિયો પાક છે. ભારતમાં ફળ ઉત્પાદનમાં કેળા પહેલા નંબરે અને વાવેતર વિસ્તાર પ્રમાણે કેરી બીજા અને લીંબુ ત્રીજા સ્થાને આવે છે. ફળપાકના કુલ વાવેતર વિસ્તારના 13 ટકા વિસ્તારમાં કેળની ખેતી થાય છે. વિશ્વમાં માનવીના આહારમાં રોજિંદા વપરાશની દૃષ્ટિએ ડાંગર, ઘઉં, મકાઇ અને પછી ચોથાક્રમે કેળા આવે છે. કેળા એક રોકડિયો પાક છે. જાણકારી અનુસાર, એકવાર કેળાના છોડ લગાવીને તેનાથી 5 વર્ષ સુધી ફળ મળતા રહે છે. આમાં ખેડૂતોને તરત જ પાક મળે છે. વર્તમાનમાં ખેડૂત કેળાની ખેતીથી સારી કમાણી કરી રહ્યા છે.

રોકડિયો પાક આપે છે જોરદાર નફો
કેળા ભારતનું એક લોકપ્રિય ફળ છે. દેશમાં લગભગ દરેક ગામડામાં કેળાના ઝાડ લગાવવામાં આવે છે. કેળાની ખેતીથી ઓછા ખર્ચે શાનદાર નફો કમાઈ શકાય છે. આ જ કારણ છે કે, આ દિવસો ઘણા બધા ખેડૂતો કેળાની ખેતી કરી રહ્યા છે. ખેડૂતો હવે ઘઉં, મકાઈની પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાકની તરફ વધી રહ્યા છે.

આવી રીતે કરો ખેતીની શરૂઆત
જાણકારી અનુસાર, કેળાની ખેતી માટે ગરમ તેમજ સમાન આબોહવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે વધારે વરસાદવાળા વિસ્તારોમાં કેળાની ખેતી સારી થાય છે. લીવર લોમ અને માટીયાર લોમ માટી કેળાની ખેતી માટે સારી માનવામાં આવે છે. સાથે જ કેળાના પાક માટે જમીનનું PH 6-7.5 સુધી ઉપયુક્ત માનવામાં આવે છે.

જાણો કેટલો નફો થશે?
જાણકારો પ્રમાણે, એક વીઘામાં કેળાની ખેતી કરવા પર લગભગ 50,000 રૂપિયાનો ખર્ચ આવે છે. આમાં 2 લાખ રૂપિયા સુધી સરળતાથી બચત થઈ જાય છે. જ્યારે અન્ય પાકોના પ્રમાણમાં આ ખેતીમાં જોખમ ઓછું છે. કેળાના પાકને ઉગાડવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી ખર્ચે બહુ જ ઓછો થઈ જાય છે. ખેડૂકોને છાણીંયુ ખાતર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. અહીં કહેવામાં આવે છે કે, કેળાની કાપણી પછી જે કચરો બચે છે, તેને ખેતરની બહાર ફેંકવો જોઈએ નહિ. તે ખેતરમાં જ રાખવો જોઈએ. તે ખાતરનું કામ કરે છે.

આ જાતોની ખેતી વધુ સારી રીતે થાય છે
જાણકારી અનુસાર, તેની ખેતી લગભગ પૂરા વર્ષ દરમિયાન કરવામાં આવે છે. ખેતી માટે સિંઘાપુરીના રોબેસ્ટી જાતના કેળાને સારા માનવામાં આવે છે. તેની પેદાશ વધારે હોય છે. વામન, લીલી છાલ, સાલભોગ, અલ્પાન અને પુવન પ્રજાતિઓ પણ કેળાની સારી જાતો ગણાય છે. કેળાની ખેતીમાં જોખમ ઓછું અને ફાયદો વધારે હોવાના કારણે ખેડૂકો તેની ખેતીને વધારે મહત્વ આપે છે.

ફલ ઉપરાંત પાંદડાઓનું પણ વેચાણ
કેળાની ખેતીમાં તેના પત્તાઓનું વેચાણ કરવાથી તમને બમણોં ફાયદો મળી શકે છે. તેના પત્તાનો ઉપયોગ રેસ્ટોરેન્ટમાં પત્તલના રૂપમાં કરવામાં આવે છે. જાણકારી અનુસાર, એક છોડમાંથી 60થી 70 કિલો સુધી પેદાશ મળી આવે છે. બીજી તરફ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખાંડ અને ખનિજ ક્ષાર કેળામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ફળોનો ઉપયોગ પાકવા પર ખાવા માટે, શાક બનાવવા અને લોટ બનાવવા તથા ચિપ્સ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

13થી 14 મહિનામાં તૈયાર થઈ જાય છે
કેળાની ખેતી કરી આવક મેળવતા ખેડૂતોએ જણાવ્યું કે, પહેલા અમે ઘઉં, ઘાન વગેરેની ખેતી કરતા હતા. તેમાંથી અમને કોઈ ફાયદો થતો નહોતો. બાદમાં અમે કેળાની ખેતી વિશે જાણકારી થઈ. ત્યાર બાદ અમે એક વીઘામાં કેળાની ખેતીની શરુઆત કરી. જેમાંથી અમને સારો નફો થયો. આજે લગભગ 4થી 5 વીઘામાં કેળાની ખેતી કરી રહ્યા છે.તેની ખેતી કરવી ખૂબ જ આસાન છે. લગભગ એક વીઘામાં અઢીથી ત્રણ સો છોડ લાગે છે. તેની ખેતીમાં ત્રણ વીઘામાં 15થી 20 હજાર રૂપિયા આવે છે. કારણ કે તેમાં ઝાડનો ખર્ચ, ખાતર, દવા, પાણી, મજૂરી વગેરે ખર્ચ થોડો વધારે આવે છે અને નફો લગભગ એક પાક પર 3થી 4 લાખ રૂપિયા થઈ જાય છે. કેળાનો પાક 13થી 14 મહિનામાં તૈયાર થઈ જાય છે. આ ખેતીમાં ખર્ચા કરતા નફો વધારે થાય છે.