ગુજરાત(Gujarat): ચૂંટણીમાં મતદાન કરીને નાગરિક ધર્મ તો મોટાભાગનાં લોકો નિભાવી જ રહ્યા છે, જો કે કેટલાક લોકો એવા પણ છે, જેઓ તેનાથી આગળ વધીને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત પણ કરે છે. ત્યારે આવા જ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં લોકો અવનવી રીતે લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. કેટલાક લોકો મતદાન કરવા બીજા લોકોમાં પણ ઉત્સાહ પણ વધારી રહ્યા છે.
જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે યુવાનો હોય કે વૃદ્ધો હોય તમામ લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે પાલનપુરના નવા લક્ષ્મીપુરા મતદાન કેન્દ્ર પર 101 વર્ષના રેવાબેન પટેલે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું.
લોકશાહીના આ મહાપર્વ મતદાન દિવસની સૌ કોઈ ઉજવણી કરી રહ્યું છે તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પર ચૂંટણીનો બરોબરનો જંગ જામ્યો છે અને આ ચૂંટણીના જંગમાં સૌ કોઈ યુવાનો વૃદ્ધો સહિતના લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે ત્યારે પાલનપુરના નવા લક્ષ્મીપુરામાં આવેલી પ્રાથમિક શાળા બુદ્ધ કેન્દ્ર પર મતદારોની લાંબી લાઈનો લાગી છે. જેમાં 101 વર્ષના રેવાબેન પટેલ નામના વૃદ્ધ બા એ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને અન્ય લોકો પણ લોકશાહીના પર્વમાં ભાગરૂપ બને તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. મતદાનના બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.
આ બેઠકો ગણાય છે હાઈપ્રોફાઇલ બેઠકો:
મહત્વનું છે કે, આજે જે સીટ પર મતદાન થઈ રહ્યું છે તેમાં મહત્ત્વની ગણાતી બેઠકોમાં અમદાવાદ ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ,વડગામ ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલું, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠકોનો સમાવેશ થાય છે.
આજે મતદાનના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરાના લોકો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.