કોરોના વચ્ચે પણ રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. મોટાભાગનાં અકસ્માત તો હાઈવે અથવા તો માર્ગ પર જ થતાં હોય છે. અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે.
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજ બનતી રહેતી હોય છે તથા આવી ઘટનાઓમાં ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવતા રહેતાં હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ-થરાદ હાઈવે પર બની હતી. જ્યાં હાઈવે પર જતાં એક દંપતીને રોડ પર વચ્ચે આખલો આવી જતાં અકસ્માત સર્જાયો હતો તેમજ પતિ-પત્ની રોડ પર પટકાયા હતા.
જો કે, હાઈવે પર પાછળથી આવતું ટ્રેલર ગર્ભવતી પત્ની પર ફરી વળતાં એનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતા. આની સાથે જ પોલીસને પણ જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળી રહેલ જાણકારી મુજબ બનાસકાંઠામાં આવેલ વાવ થરાદ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાવ તાલુકામાં આવેલ ભરડવા ગામમાં રહેતા રમેશભાઈ ગોહિલ એમની ગર્ભવતી પત્ની હંસાબેનને બાઇક પર લઈને સારવાર માટે થરાદ બાજુ જઈ રહ્યા હતા.
આ દરમિયાન રોડ પર વચ્ચે અચાનક જ આખલો આવી જતાં રમેશભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તથા બાઇક સવાર દંપતી હાઈવે પર પટકાયા હતા. એ સમયે પાછળથી પુર ઝડપે આવી રહેલ ટ્રેલર ગર્ભવતી મહિલા પર ફરી વળતા એનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.
પતિની સામે જ ગર્ભવતી પત્નીનું કમકમાટી ભર્યુ મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનેલ ઘટનાને કારણે આસપાસના લોકો વાહન ચાલકો તથા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 3 સંતાનની માતા તેમજ કુલ 3 મહિનાનો ગર્ભ ધરાવતી મહિલાનું મોત નીપજતાં આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આની સાથે જ મહિલા મોત બાદ સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle