માતાનાં નિસ્વાર્થ પ્રેમને કલંક લગાડતો કિસ્સો: પોતાના જ બાળકને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતાની પોલીસે કરી અટકાયત

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી જન્મ પછી બાળકોને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. કુલ 2 દિવસ…

હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી જન્મ પછી બાળકોને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. કુલ 2 દિવસ અગાઉ શહેરના ગોડાદરા વિસ્તારમાં બાળકને કોઈ જનેતા તરછોડીને ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી રહી છે.

પોલીસ દ્વારા આ કેસમાં ગણતરીના કલાકોમાં બાળકની માતાને શોધી કાઢવામાં આવી હતી. પ્રેમ સંબંધમાં કુંવારી યુવતી માતા બનતા પોતાનું પાપ છૂપાવવા માટે આવું કૃત્ય કર્યું હતું. પોલીસે આ કેસમાં બાળકીની માતાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

કુલ 2 દિવસ અગાઉ સુરતમાં આવેલ ગોડાદરા વિસ્તારમાં પ્રમુખ આરણ્ય બિલ્ડિંગના પાર્કિંગમાંથી તર છોડી દીધેલ નવજાત મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ ગોડાદરા પોલીસને કરવામાં આવી હતી. સાંજ થતાની સાથે જ બિલ્ડિંગના રહેવાસીઓને પાર્કિંગમાં બાળક રડવાનો અવાજ સંભળાઈ આવ્યો હતો.

તપાસ કરતા લોકોની નજર માસૂમ બાળકી પર પડી હતી. માસૂમને જોઈ સોસાયટીના લોકો ચોકી ઉઠ્યા હતા. આ ઘટના મામલે પોલીસ તેમજ ત્યારપછી 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈને માસૂમને સારવાર અર્થે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.

પોલીસને આ કેસમાં શંકા રહેલી છે કે, કોઈ માતાએ પોતાના લગ્ન જીવન પહેલા થયેલ ભૂલનું પાપ છૂપાવી રાખવા માટે બાળકને તરછોડી દીધું છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને બાળકની માતાની તપાસ શરુ કરી દેવામાં આવી હતી. પોલીસે માસૂમ બાળકીને જે જગ્યાએ ત્યજી દેવામાં આવ્યું ત્યારે આસપાસ લોહીના ડાધને આધારે તપાસ કરતા માસૂમને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાને ગણતરીના કલાકમાં જ શોધી કાઢવામાં આવી હતી.

પોલીસે માતાની પૂછપરછ કરતા યુવતીએ પ્રેમ સબંધમાં કુંવારી માતા બની હોવાનું કહ્યું હતું. જેને કારણે તેણીએ બાળકને તરછોડી દીધું હતું. આ યુવતી હાલમાં ભાઈ-ભાભી સાથે રહે છે. હાલમાં આ બાળક એક ખાનગી હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જો કે, હૉસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *