બનાસકાંઠા(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર બનાસકાંઠામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે બનાસકાંઠામાં ગઢ- મડાણા રોડ પર બેફામ બનેલા એક ઇકો કારના ચાલકે સાત જેટલા રાહદારીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર દરમિયાન ગંભીર ઇજાઓને કારને બે યુવકોના મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ મડાણા રોડ પર ઇકો કારના ચાલકે બેદરકારી ભરી ડ્રાઇવિંગ કરતા અકસ્માત થયો હતો. જેમાં રોડ પર રાહદારીઓને અલગ-અલગ 3 જગ્યાએ અડફેટે લીધા હતા.
અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકો ઘટના સ્થળે આવીને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ગઢ અને પાલનપુરની હોસ્પિટલમાં લઇ ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નરસિંહ સોલંકી સહિત બે યુવકોના સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા હતા. ગઢ પોલીસે ઘટના અંગે ઇકો કારના ચાલક વિરુધ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.