ઘરમાં બેસીને ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપો, રૂપાણી સરકારે હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ

ગુજરાતમાં ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ મળવી જોઇએ તેવી માગણી ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે પ્રાથમિક વિરુદ્ધ દર્શાવતા રજૂઆત કરી હતી…

ગુજરાતમાં ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ મળવી જોઇએ તેવી માગણી ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે પ્રાથમિક વિરુદ્ધ દર્શાવતા રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 1949માં જ ગુજરાતના દારૂબંધીના કાયદાની જોગાઇઓને અમલમાં આવી હતી. કેસની વધુ સુનાવણી આવતીકાલે શરુ કરવામાં આવશે.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને બિરેન વૈષ્ણવ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, વર્ષ 1951માં સુપ્રીમ કોર્ટે સ્ટેટ ઓફ બોમ્બે અને અન્ય વિરૃદ્ધ એફ.એન. બલસારાના કેસમાં દારૂબંધીના કાયદાની જોગવાઇઓને મંજુરી આપવામાં આવી હતી. અરજદારો નવાં ગ્રાઉન્ડને દર્શાવી કાયદાની જોગવાઇઓ પડકારી રહ્યા છે અને હજુ નવાં ગ્રાઉન્ડ પણ સામે આવી શકે છે, પરંતુ આ કલમોની સુપ્રીમ કોર્ટ અગાઉ માન્યતા આપી ચૂકી છે, તેથી અરજદારો તેની સામે હાઇકોર્ટમાં અરજી કરી શકે નહીં.

વર્ષ 2017 બાદ સુપ્રીમ કોર્ટે આપેલા કેટલાંક નિર્ણયો અને અવલોકનોને આધાર બનાવી આ પિટિશનો દ્વારા ગુજરાતમાં દારૃબંધીની જોગવાઇઓને પડકારવામાં આવી છે. શાયરા બાનો, નવતેજ સિંઘ જોહર અને જોસેફ શાઇનના કેસોમાં સુપ્રીમ કોર્ટેના નિર્ણયોને આધાર બનાવી અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ કાયદો એ સ્પષ્ટ રીતે મનસ્વી છે. આ ઉપરાંત પ્રાઇવસીનો અધિકાર, એકાંતમાં રહેવાનો અધઇકાર તેમજ ઘરની ચાર દિવાલમાં દારૃ પીવાના અધિકારને આધાર બનાવી રજૂઆત કરાઇ છે. કેસની વધુ સુનાવણી આવતીકાલે યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *