પત્નીનો વીમો પકવવા CA થયેલા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા ઘડ્યું ષડયંત્ર, પણ થયું ઊંધું…

આજકાલ હત્યાના ઘણા કિસ્સા પોલીસ ઉકેલતી હોય છે. હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યા જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર એક વાર હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. ડીસામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પતિએ વીમાના પૈસા મેળવવા માટે તેમજ પ્રેમિકાને પામવા માટે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. શરૂઆતમાં આ કેસ અકસ્માતે મોતનો બનાવ લાગ્યો હતો. પરંતુ, આખરે પોલીસ દ્વારા મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો કરીને હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, છ મહિના અગાઉ CAએ તેના બે મિત્રો સાથે મળી તેની પત્નીની હત્યા કરાવી અને અકસ્માતમાં ખપાવી દેવાની ઘટના બની હતી. જે કેસમાં હત્યારા પતિ અને તેના એક મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર મુખ્ય સૂત્રધાર પણ આજે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, ડીસાના જાણીતા CA લલિત માળી અને તેમની પત્ની દક્ષાબેન બન્ને ગેળા હનુમાનજીના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન કાપરા ગામ પાસે CA લલિત પત્નીથી દુર ચાલી રહ્યા હતા તે સમયે અજાણી કારે ટક્કર મારતા દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાઈ હતી.

ત્યારબાદ મૃતકના પતિ CA લલિતએ ચક્ષુદાન કર્યું હતું. તેમણે સમાજના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ દાન કરી સમાજના લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી હતી. જોકે, બાદમાં સમગ્ર ઘટના અંગે પોલીસને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક દક્ષાના નામે આઠ માસ પહેલા 1.20 કરોડનો વીમો લેવામાં આવ્યો હતો.

અને રૂપિયા 17 લાખ ઉપરાંતની કિંમતની ક્રેટા ગાડી મૃતકના નામે લાવીને મિત્રને આપી હ્પ્વાનું સામે આવ્યું હતું. જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અને CA લલિત માળીને બોલાવી કડક પૂછપરછ કરવામાં આવી હતી અને આખરે તેણે તેની પત્ની અકસ્માતનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી.

જેમાં તેના મિત્રને 2 લાખ રૂપિયા આપી સ્વીફ્ટ ગાડીથી ટક્કર મારવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. પ્લાન મુજબ CA લલિત માળી ડીસાથી ગેળા હનુમાનજી મંદિર પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન કાપરા ગામ પાસે લલિત તેની પત્નીથી દુર ચાલી રહ્યો હતો. અને તેના મિત્ર દક્ષાબેનને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ CA લલિત માળી એ ડીસા 108માં ફોન કરી બોલાવેલ અને જે અકસ્માત કરવા માટે સોપારી આપવામાં આવી હતી તે મિત્ર પણ દોડી આવ્યો હતો અને મદદ કરવા લાગ્યો હતો.

આમ, આ હત્યાનો ભેદ ઉકેલી જતા પોલીસ દ્વારા હત્યારા પતિ લલિત ટાંક અને તેને મદદ કરનાર મહેશ માળીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાડીથી ટક્કર મારનાર મુખ્ય આરોપી કીર્તિ સાંખલા છેલ્લા છ મહિનાથી ફરાર હતો તેને પણ પોલીસ દ્વારા બાતમીના આધારે છાપી પાસેથી ઝડપી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. આમ, આ ચકચારી હત્યા કેસના ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *