ડીસાની દુર્ઘટના બાદ સુરત પોલીસ સફાળી જાગી: લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા બે વેપારી વિરુદ્ધ FIR

Banaskantha factory Blast: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને મામલે હવે સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરત સ્પેશિયલ DCP દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં (Banaskantha factory Blast) સૂચના આપવામાં આવી છે. સુરત સ્પેશિયલ DCP દ્વારા તમામ ફટાકડાની ફેક્ટરીમાં તપાસ કરવા માટે સુચના આપી છે.આ દરમિયાન વરાછા અને કતારગામ વિસ્તારમાં બે અલગ-અલગ ફટાકડા વેચતા વેપારીઓના પાસે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો. આ ઉપરાંત તેઓ પાસે ફટાકડા વેચાણનું પણ લાઈસન્સ ન હતું. જેથી પોલીસે બંને બનાવવામાં વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તંત્ર ઘોર નિંદ્રામાંથી હવે જાગ્યું
ફટાકડાના ગોડાઉનમાં થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં થયેલી ઘટનાના પગલે સુરત સ્પેશિયલ બ્રાન્ચ DCP હેતલ પટેલે તમામ પોલીસ સ્ટેશનોને શહેરની ફટાકડાની દુકાનો અને ગોડાઉનોની સેફટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.રાંદેરના રામનગર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વેપારીઓ ફટાકડાનું વેચાણ નિયમો મુજબ અને પરમિશન મુજબ કરે છે કે નહીં, તેમજ ફાયર સેફ્ટી સહિત તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં, તે જોવા માટે ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ ગોડાઉન કે દુકાનમાં ખામી અથવા બેદરકારી જોવા મળશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુરત શહેરમાં ફટાકડા વેચાણ માટે 44 દુકાનોને લાઇસન્સ આપવામાં આવ્યા છે.

એક દુકાનદાર પર કરવામાં આવી કાર્યવાહી
મૂળ અમરેલીના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ પર આવેલ સતાધાર સોસાયટીમાં રહેતા હરેશભાઈ મનસુખભાઈ બાબરીયા ફટાકડાના વ્યવસાય કરે છે. વરાછા વિસ્તારમાં મોદી મોહલ્લામાં તાપી મેડિકલની ઉપર એક દુકાનમાં તેઓનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે, પરંતુ તેઓ પાસે ફાયર સેફટી ના કોઈપણ સાધનો નથી અને ફટાકડા સંગ્રહ કરી રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ પણ નથી.

તેઓએ પોતાના દુકાનમાં અલગ-અલગ કંપનીના કુલ રૂપિયા 1.21 લાખના ફટાકડાનો મુદ્દામાલ સંગ્રહ કરી રાખ્યો હતો. જેથી પોલીસે હરેશભાઈ બાબરીયા સામે લોકોની જિંદગી જોખમમાં મૂકવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં કતારગામ લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરમાત્મા ગુપ્તા પણ ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.