હાલમાં એક ખુબ ચોંકાવનાર ઘટના સામે આવી છે. બનાસકાંઠામાં આવેલ ધાનેરાના કુંડી ગામમાં એકસાથે કુલ 7 લોકોને ફૂડ પોઇઝનની અસર થતા સતત 10 દિવસની સારવાર પછી કુલ 3 લોકોના મોત થયા છે. જયારે ૩ ગંભીર લોકોને સારવાર અર્થે અમદાવાદમાં લઈ જવામાં આવ્યા છે.
10 દિવસ અગાઉ ખોરાકમાં કઈક આવી જતા ફૂડ પોઇઝનની અસર જોવા મળી હતી જેને લીધે એપેડમિક ડ્રોપ્સી રોગથી બધા જ લોકોના મોત થયા છે. બનાસકાંઠાના ધાનેરાના કુંડી ગામમાં એકસાથે 7 લોકોને ફૂડ પોઇઝનની અસર થવાની ઘટના બની છે.
સતત 10 દિવસની સારવાર પછી કુલ 3 લોકોના મોત થયા છે. જયારે ૩ લોકોને ગંભીર સારવાર અર્થે અમદાવાદમાં લઈ જવામાં આવ્યા છે. 10 દિવસ અગાઉ ખોરાકમાં કઈક આવી જતા તમામ લોકોને ફૂડ પોઇઝનની અસર જોવા મળી હતી. જેને લીધે એપેડમિક ડ્રોપ્સી રોગથી મોત નિપજ્યા છે.
શું છે એપેડેમિક ડ્રોપ્સી?
એપિડેમિક ડ્રોપ્સી રાઈનું તેલ કાઢતા પહેલા રાઈના છોડની સાથે રાઈ જેવા જ લાગતા દારૂડી નામના જંગલી વનસ્પતિના બીજની ભેળસેળને લીધે બીમારી થાય છે. એપિડેમિક ડ્રોપ્સીને લીધે વ્યકિતના બંને પગમાં સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઝામર તથા હ્રદયની તકલીફ થાય છે. આ તકલીફ વધતા જતા લોકો મોતને ભેટી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.