લાખો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાયા, એવી જગ્યાએ સંતાડતા હતા કે પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ

ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ પરથી ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્શો ઝડપાઈ ગયા છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી મહેન્દ્રા એક્સયુવી ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈને ગુજરાતમાં ઘૂસતા બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી કુલ 32.86 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોવાથી અહીં અનેકવાર  બૂટલેગરો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે જેમાં સામાન્ય દારૂથી લઈને ડ્રગ્સ અને હથિયાર સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા બુટલેગરોને પોલીસ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

આ દરમિયાન આજે ધાનેરા પાસે આવેલી નેનાવા ચેકપોસ્ટ પરથી પણ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે. મળતી માહિતી મુજબ, ધાનેરા પોલીસ દ્વારા આજે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવતું હતું. તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક XUV ગાડી પર શંકા જતા તેને ઉભી રાખવામાં આવી હતી અને આ ગાડીના ચાલકની તલાશી લેતા તેની ફાંટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

જેથી પોલીસ દ્વારા તરત જ ગાડીના ચાલક અને રાજસ્થાનના કોઝા ગામનો રહેવાસી સુરેશકુમાર લાધુરામ વિશ્નોઈ અને પાબુરામ સદારામ વિશ્ર્નોઇની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત 246 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને ગાડી સહિત કુલ 32.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ બન્ને શખ્સો સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે અંગે પણ ધાનેરા પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, કોરોના મહામારી શરૂ થયા બાદ છેલ્લા સવા વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીનો આ પાંચમો ગુન્હો નોંધાયો છે. અગાઉ પણ અમીરગઢ બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ આ બાબતે હંમેશા સતર્ક રહે છે અને આવી દેશવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપતા તત્વો પર બાઝ નજર રાખી ઝેલ ભેગા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *