સાંસદ બનેલા ગેનીબેન ઠાકોર આપશે રાજીનામુ, ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર

Ganiben Thakor will Resign: લોકસભા ચુંટણીમાં ગુજરાતની એક બેઠક છોડી બધી જ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. બનાસકાંઠાની એક બેઠક પર જ માત્ર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. પરંતુ હાલ ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ ગુજરાત લોકસભાની ચૂંટણીનાં પરિણામો(Ganiben Thakor will Resign) જાહેર થવા પામ્યા હતા.

સાંસદ બનેલા ગેનીબેન ઠાકોર આપશે રાજીનામુ
જેમાં ગુજરાતની 25 સીટો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી. જ્યારે એક સીટ પર ભારે રસાકસી બાદ બનાસકાંટાની લોકસભા સીટ પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. ગેનીબેન ઠાકોર હાલ વાવ વિધાનસભા સીટનાં ધારાસભ્ય પદે છે.

ત્યારે તાજેતરમાં જ ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા હવે તેઓ સાંસદ બનતા આગામી સમયમાં તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. ગેનીબેન આગામી તા. 13 જૂનનાં રોજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે. હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો.