બનાસકાંઠામાં સગા દીકરાએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા- સમગ્ર ઘટના વાંચી તમે પણ કહેશો જે કર્યું બરાબર કર્યું!

બનાસકાંઠાના આધેડ ઉંમરના પુરુષની હત્યામાં મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, હત્યા કરનાર આરોપી પુત્ર હજુ ફરાર છે. ત્યારે બનાસકાંઠા પોલીસે પિતાની હત્યા કરનાર બીજા બે અને આરોપોની ધરપકડ કરી છે ને પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વાતો સામે આવી છે.

પોલીસ તપાસમાં યુવતીએ જણાવતાં કહ્યું હતું કે, ‘મારા પિતા મારું શારીરિક શોષણ કરતા હતા અને મારા ભાભીને પણ ખરાબ નજરે જોતા હતા. જ્યારે આ વાતની જાણ મારા ભાઈને થઈ ત્યારે તેણે પિતાની હત્યા કરી હતી. પિતાના મૃત્યુ બાદ યુવતી અને તેના ભાઈ અને તેના મિત્રોએ મળીને પિતાની લાશ ઠેકાણે કરી હતી. આ ઘટના અંગે પોલીસ મૃતકની દીકરી અને તેના ભાઈના મિત્રોને ધરપકડ કરી છે.

બનાસકાંઠાના કાંકરેજના ખારીયા ગામ માં 5 દિવસ પહેલા આ ઘટના ઘટી હતી. હાલમાં આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે. આધેડ ઉંમરના વ્યક્તિની હત્યા બીજા કોઈને નહીં, પરંતુ તેના જ સગા દીકરાએ કરી હતી. દીકરાએ પિતાના ગળાના ભાગે ધારદાર હથિયારના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને લાશને દફનાવી દીધી હતી.

કારણ સામે આવ્યું છે કે, મૃત્યુ પામેલ વ્યક્તિ તેમની દીકરીઓને સાચવતાં નહોતાં અને તેમનું શોષણ કરતા હતા. જેને લઇને એક દીકરાએ જ આવું કઠણ પગલું ભરવાનું વિચાર્યું હતું. હાલ પોલીસ ફરાર થયેલા દીકરાને શોધી રહી છે. ૧૧ મી ઓગસ્ટના રોજ મોડી સાંજે તીક્ષ્ણ હથિયારથી પિતાની હત્યા કરનાર દીકરો લાશને દફનાવી ને ફરાર થયો હતો. પરંતુ પોલીસે મૃતકની દીકરી અને ઘટનાને અંજામ આપનાર બીજા બે મિત્રોની ધરપકડ કરી છે.

આરોપીઓ ખારીયા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લાશને જમીનમાં દફનાવી ફરાર થયા હતા. પોલીસ અધિકારીએ લાશનો કબજો કડી પોસ્ટમોર્ટમ કરાવી આરોપીઓને ગોતવા કામે લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *