બનાસકાંઠામાં એટલો ભયંકર અક્સ્માત સર્જાયો કે, ગાડીના કુરચે-કુરચા ઉડી ગયા- જાણો એક જ પરિવારના કેટલા લોકો મોતને ભેટ્યા

આજકાલ વધતા જતા અકસ્માતના કેસો દરમિયાન ફરી એકવાર બનાસકાંઠામાં પાલનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે રાત્રી સમયે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ…

આજકાલ વધતા જતા અકસ્માતના કેસો દરમિયાન ફરી એકવાર બનાસકાંઠામાં પાલનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે રાત્રી સમયે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત અન્ય ચાર ઇજાગ્રસ્ત લોકોને સારવાર અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ વાન, પાલનપુર પોલીસ સહિત આજુબાજુના લોકો દ્વારા ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પાલનપુર દાંતા રોડ પર આવેલ રતનપુર પાસે મોડી રાત્રે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સતલાસણાના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્ન પ્રસંગે ગયો હતો આ પરિવાર ત્યાંથી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરે જતી વખતે રસ્તામાં જ પાલનપુરના રતનપુર પાસે હાઇવે પર ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા ઇકો ગાડીમાં બેઠેલા જયબા કિરણસિંહ ચૌહાણ અને અમરતબા અદેસિંહ ચૌહાણનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ દરમિયાન આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ વાન અને પાલનપુર તાલુકા પોલીસ બનાવ સ્થળે આવી પહોચ્યા હતા અને બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતા બે લોકોના કરૂણ મોતથી ચૌહાણ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *