બનાસકાંઠા : આજે વધુ એક શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે. થરાદમાં એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરવાના આરોપમાં ફરિયાદ નોંધાઇ છે. થરાદ પોલીસે આ બનાવ અંગે શિક્ષક સામે છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરુ કરી છે.
થરાદના ગગાણા ગામના જીવરામભાઈ દલરામભાઈ પટેલ નામનો શિક્ષક શાળામાં જ એક શિક્ષિકાની છેડતી કરી શારીરિક તેમજ માનસીક રીતે હેરાન કરતો હતો. અગાઉ શિક્ષકો અને ગ્રામજનોએ શાળાનું નામ ખરાબ ન થાય તે માટે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યાર બાદ પણ આ શિક્ષક વારંવાર શિક્ષિકાને ફોન કરી હેરાન કરવાનું શરુ રાખ્યું હતું. શિક્ષિકાએ શિક્ષકનો ફોન બ્લેક લિસ્ટમાં નાખી દેતા શિક્ષક તેના ઘરે આવીને ઘરમાં ઘૂસી જઈ શિક્ષિકાના કપડા ફાડી નાખ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ઘટના સમયે બાજુમાં રહેતા લોકો આવી જતા શિક્ષક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. થરાદ પોલીસ મથકે શિક્ષકથી કંટાળેલી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષિકાની ફરિયાદના આધારે શિક્ષક વિરુધ છેડતી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી થરાદ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.