હાલમાં કોરોનાની સાથે-સાથે જ ચોરીની ઘટનામાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. રાત્રી કરફ્યુનો લાભ લઈને કેટલાંક તસ્કરો ધાડ પાડતાં હોય છે ત્યારે આવી જ એક ઘટના રાજ્યના બનાસકાંઠા જીલ્લામાંથી સામે આવી છે. દાંતીવાડા નજીકનાં મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજી વખત ચોરીની ઘટના બની છે.
રાત્રિ દરમિયાન મંદિરમાંથી મૂર્તિની ચોરી કરતા એકસાથે 2 શખ્સો CCTVમાં કેદ થઇ ગયા છે. આ મામલે પોલીસ દ્વારા હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મળી રહેલ જાણકારી મુજબ દાંતીવાડા નજીકના મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજી વખત મૂર્તિની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.
આની પહેલા પણ મંદિરમાંથી મૂર્તિની ચોરી થયા પછી તસ્કરો મૂર્તિને મંદિરમાં પાછી મૂકી ગયા હતા. ત્યારપછી ગત મોડી રાત્રે ફરી વાર મંદિરમાંથી અજાણ્યા શખ્સોએ મસાણીયા વીર મહારાજની મૂર્તિની ચોરી કરી છે. ચોરી કરવા માટે આવેલ બંને શખ્સો CCTVમાં પણ કેદ થઈ ગયા છે.
આ મામલે દાંતીવાડા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, આ મંદિરમાં સોના જેવી દેખાતી પંચધાતુની મસાણીયા વીર મહારાજની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને લીધે ઘણીવાર સોનાની મૂર્તિની અજાણ્યા તસ્કરોની ઉઠાંતરી કરી જતા હોવાનું સ્થાનિક લોકોનું જણાવવું છે.
પહેલા હાથ જોડી પગે લાગ્યો:
આ વિશે સામે આવેલ CCTV ફૂટેજમાં જોવા મળ્યું છે કે, તસ્કરોએ પહેલા બે હાથ જોડીને મંદિરમાં પગે લાગે છે. ત્યારપછી મૂર્તિની ચોરી કરીને ભાગી જાય છે. આ અંગે સામે આવી રહેલ CCTV ફૂટેજમાં ચોરીની ઘટના વહેલી સવારમાં 5:30 વાગ્યાના સુમારે બની હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.