Bank Closed in Ganesh Chaturthi 2023: રક્ષાબંધન અને જન્માષ્ટમી બાદ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જે ગણેશ ચતુર્થીથી(Bank Closed in Ganesh Chaturthi 2023) શરૂ થશે અને અનંત ચતુર્દશીના રોજ પૂર્ણ થશે. ઘણી જગ્યાએ આ દિવસ 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા દેશના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બરે છે. આ પ્રસંગે બેંકો ત્રણ દિવસ બંધ રહેશે.
બેંકો 3 દિવસ માટે બંધ રહેશે
19 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. દેશના ઘણા રાજ્યોમાં આ અવસર પર બેંક રજાઓ રહેશે. 18 સપ્ટેમ્બર, 19 સપ્ટેમ્બર અને 20 સપ્ટેમ્બરે અલગ-અલગ સ્થળોએ બેંક હોલીડે રહેશે. આવી સ્થિતિમાં, તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, તેથી અગાઉથી જાણો કે તમારા શહેરમાં બેંકો બંધ છે કે નહીં.
18મી સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે
ભારતીય રિઝર્વ બેંકના કેલેન્ડર મુજબ વિનાયક ચતુર્થી 18મી સપ્ટેમ્બરે છે જેને વારસિદ્ધિ વિનાયક વ્રત પણ કહેવાય છે. આ અવસર પર ગુજરાત, તેલંગાણા, બેંગલુરુ અને ચેન્નાઈમાં બેંક રજા રહેશે.
અહીં 19મી સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે
આ અવસર પરઅમદાવાદ, મુંબઈ, બેલાપુર, પણજી, ભુવનેશ્વર, નાગપુર,સુરત
20 સપ્ટેમ્બરે બેંકો ક્યાં રહેશે બંધ
20મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીનો બીજો દિવસ હશે. આ પ્રસંગે ત્રણ શહેરોમાં બેંક રજા રહેશે. પણજી ભુવનેશ્વર અને ગુજરાતના અમુક જિલ્લામાં બેંકો બંધ રહેશે.
સપ્ટેમ્બર 2023માં આ દિવસોમાં બેંકો બંધ રહેશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બર 2023માં શનિવાર અને રવિવારે બેંકો કુલ 16 દિવસ માટે બંધ છે. શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ નિમિત્તે 22મી સપ્ટેમ્બરે પણજી, કોચી અને ત્રિવેન્દ્રમમાં બેંક રજા રહેશે. આ ઉપરાંત 23મી સપ્ટેમ્બરના ચોથા શનિવાર અને 24મી સપ્ટેમ્બરના રવિવારે ભારતભરમાં બેંક રજા રહેશે.
આ સિવાય ગુવાહાટીમાં શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ નિમિત્તે 25 સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે. મિલાદ-એ-શરીફના અવસર પર 27મી સપ્ટેમ્બરે શ્રીનગર, ત્રિવેન્દ્રમ, જમ્મુ અને કોચીમાં બેંક રજા રહેશે. ઈદ-એ-મિલાદના અવસર પર 28 સપ્ટેમ્બરે ઘણા શહેરોમાં બેંક રજા રહેશે. ઇદ-એ-મિલાદ-ઉલ-નબીના અવસર પર 29 સપ્ટેમ્બરે જમ્મુ, શ્રીનગર અને ગંગટોકમાં બેંક રજા રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube