સતત ચોથા દિવસે સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ શરુ- જમ્મુ-કાશ્મીરના બારામુલામાં એક આતંકી ઠાર

Published on Trishul News at 11:13 AM, Sat, 16 September 2023

Last modified on September 16th, 2023 at 11:16 AM

Anantnag Encounter News: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. હજુ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકાઓ સામે આવી રહી છે. અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં(Anantnag Encounter) સુરક્ષા દળોનું આતંકવાદ વિરોધી અભિયાન સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું છે. બેથી ત્રણ આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા તેવી માહિતી મળી રહી છે. સુરક્ષા દળો તેમને શોધવામાં વ્યસ્ત છે. ડ્રોન દ્વારા આતંકવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને તેમના છિદ્રોમાંથી બહાર કાઢવા માટે બોમ્બ ધડાકા પણ કરવામાં આવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સતત ચોથા દિવસે પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બુધવારે વહેલી સવારે શરૂ થયેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ચાર જવાન પણ શહીદ થયા છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાના જવાનો રોકેટ લોન્ચર અને હેક્સાકોપ્ટર ડ્રોન વડે આતંકીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંકી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોકરનાગના જંગલોમાં હાજર પહાડીઓમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા હોઈ શકે તેવું લાગી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓ પર સતત બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. ડ્રોનથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે.

એન્કાઉન્ટરના પહેલા દિવસે ત્રણ અધિકારીઓ શહીદ થયા
અનંતનાગમાં ચાલી રહેલ આ એન્કાઉન્ટર બુધવારે શરૂ કરવામાં આવ્યું હતું. તે જ દિવસે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના ત્રણ અધિકારીઓ શહીદ થયા હતા. જેમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધનોક અને ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ્ટ પણ સામેલ હતા. ઓપરેશન દરમિયાન એક જવાન પણ શહીદ થયો હતો. આ પછી આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે.

2020 પછીનો સૌથી લાંબો મુકાબલો
મળતી માહિતી અનુસાર, છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ આ એન્કાઉન્ટર 2020 પછીનું સૌથી લાંબુ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શુક્રવાર પછી શનિવારે સવારે સેનાના જવાનોએ ફરી એકવાર આતંકીઓને ખતમ કરવા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં સેનાની પેરા કમાન્ડો ટુકડી પણ સામેલ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સૈનિકો પહાડી તરફ આગળ વધ્યા કે તરત જ આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું.

અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સવારે 40 મિનિટ સુધી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો. લગભગ અઢી કલાક પછી, સવારે 11 વાગ્યે, આતંકવાદીઓ અને જવાનો વચ્ચે ફરીથી અથડામણ(Anantnag Encounter) શરૂ થઈ ગઈ હતી. આ પછી, શહીદ સૈનિકના નશ્વર અવશેષોને બપોરે 2 વાગ્યે એન્કાઉન્ટર સ્થળ પરથી નીચે લાવવામાં આવ્યા હતા.

Be the first to comment on "સતત ચોથા દિવસે સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથડામણ શરુ- જમ્મુ-કાશ્મીરના બારામુલામાં એક આતંકી ઠાર"

Leave a comment

Your email address will not be published.


*