આજે જ પતાવી દેજો બેંકના જરૂરી કામ, ઓગસ્ટ મહિનામાં15 દિવસ બેંકો રહેશે બંધ- એક ક્લિક કરીને જાણો લીસ્ટ

જો તમે એવુ વિચારીને બેંકના કામ ટાળી રહ્યો છો કે, પછી કરી લઈશું તો હવે તમારે લાંબી રાહ જોવી પડશે. બેંકના કામને આગામી મહિને કરવાના બદલે હમણા જ પતાવી દેજો. કારણ કે, ઓગસ્ટ મહિનામાં બેંકોમાં ઉપરાઉપરી કેટલીય રજાઓ રહેવાની છે. તેવા સમયમાં તમારું કામ રાજાના સમયે અટવાય ન જાય. એવું પણ બની શકે છે કે, તમે જે રાજ્યમાં રહો છો તે જગ્યાએ બેંકમાં જાહેર રજા હોય તો તમારું કામ અટકી શકે છે. એવામાં તમારે રજાઓનું લિસ્ટ જાણવુ ખૂબ જરૂરી છે.

તમને જણાવી દઈએ કે, આરબીઆઈ બેંક અલગ અલગ રાજ્યોના હિસાબે રજાઓને નક્કી કરે છે. ઓગસ્ટ 2021માં કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. દર રવિવાર અને દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. આ ઉપરાંત, દરેક રાજ્યમાં અલગ અલગ તહેવાર, મેળાઓ અને કોઈ ખાસ સમારંભના કારણે બેંકોની રજાઓ રહેતી હોય છે.

ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓ:

1 ઓગસ્ટ- રવિવાર
8 ઓગસ્ટ- રવિવાર
13 ઓગસ્ટ- Patriots Day (ઈમ્ફાલ ઝોનમાં બેંક બંધ)

14 ઓગસ્ટ- બીજો શનિવાર
15 ઓગસ્ટ- રવિવાર અને સ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ- આ દિવસે પારસી નવા વર્ષને કારણે, મહારાષ્ટ્રના બેલાપુર, મુંબઇ અને નાગપુર ઝોનમાં બેંકો બંધ રહેશે.

19 ઓગસ્ટ- મુહરમના કારણે બેંકો અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગર જેવા ઝોનમાં બંધ રહેશે.
20 ઓગસ્ટ- મુહરમ અને પ્રથમ ઓનમના કારણે બેંગ્લોર, ચેન્નઈ, કોચી અને કેરળ ઝોનમાં રજા રહેશે.
21 ઓગસ્ટ- તિરુવનમના કારણે કોચિ અને કેરળ ઝોનમાં રજા રહેશે.

22 ઓગસ્ટ- રક્ષાબંધન અને રવિવારના કારણે આ દિવસે બેંકની રજા રહેશે.
23 ઓગસ્ટ- શ્રી નારાયણ ગુરુ જયંતીને કારણે આ દિવસે કોચિ અને કેરળ ઝોનમાં બેંકો બંધ રહેશે.
28 ઓગસ્ટ- બેંકો ચોથા શનિવારના કારણે બંધ રહેશે.

29 ઓગસ્ટ- બેંકો રવિવારના કારણે બંધ રહેશે.
30 ઓગસ્ટ- જન્માષ્ટમીના કારણે બેંકો આ દિવસે રહેશે.
31 ઓગસ્ટ- શ્રી કૃષ્ણ અષ્ટમીના કારણે આ દિવસે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.

ઓગસ્ટ મહિનામાં કુલ 5 દિવસનું લોંગ વિકેન્ડ પડી રહ્યુ છે. જે 19થી 23 ઓગસ્ટની વચ્ચે છે. આવા સમયે જે ઝોનમાં લાંબી રજાઓ આવી રહી છે, ત્યાંના લોકો ફરવા માટેનો પ્લાન તૈયાર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *