Bank Holidays list for July 2023: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જુલાઈ 2023 માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે. આવી સ્થિતિમાં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ વખતે જુલાઈમાં બેંકો કેટલા દિવસો માટે બંધ(Bank Holidays list for July 2023) રહેશે, નહીં તો તમારે ખાલી હાથે પાછા આવવું પડશે. જુલાઈમાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે, જો કે તમામ રાજ્યોમાં તમામ બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે નહીં. યાદી અનુસાર વિવિધ રાજ્યોની રજાઓના આધારે બેંકો બંધ રહેશે.
ભારતમાં બેંક રજાઓ RBI દ્વારા નક્કી કરવામાં આવે છે, RBI દર વર્ષે બેંક રજાઓની યાદી પ્રકાશિત કરે છે. જેમાં રાષ્ટ્રીય રજાઓ, રાજ્યની રજાઓ અને ધાર્મિક રજાઓનો સમાવેશ થાય છે. જો કે ઓનલાઈન બેંકિંગ સેવા, એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા લોકો માટે કામકાજ સિવાયના દિવસોમાં તેમજ કામકાજના દિવસોમાં ઉપલબ્ધ રહેશે. તો ચાલો તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં બેંકો કયા દિવસે બંધ રહેવાની છે, જેથી તમે તમારા મહત્વપૂર્ણ કામ તે મુજબ કરી શકો અને કોઈપણ કામમાં વિલંબ ન થાય.
તમને જણાવી દઈએ કે, દરેક રાજ્યમાં બેંકોની રજાઓ અલગ-અલગ હોય છે. બેંકની રજાઓની યાદી અનુસાર, પ્રાદેશિક તહેવારોના કિસ્સામાં, તે દિવસે માત્ર સંબંધિત રાજ્યમાં બેંકિંગ કામગીરી અટકાવવામાં આવશે. RBI અનુસાર, દરેક બેંકમાં સાપ્તાહિક રજા હોય છે એટલે કે રવિવાર અને બીજા અને ચોથા શનિવાર. જુલાઈમાં પ્રથમ રજા 5મી જુલાઈ ગુરુ હરગોવિંદ જીના જન્મદિવસથી શરૂ થાય છે. અમુક રાજ્યોને બાદ કરતાં, આ રજાઓ તમામ ભારતીય બેંકોને લાગુ પડે છે.
4 જુલાઈ 2023: રવિવાર
5 જુલાઈ 2023: ગુરુ હરગોવિંદ સિંહ જયંતિ (જમ્મુ, શ્રીનગર)
6 જુલાઈ 2023: MHIP દિવસ (મિઝોરમ)
8 જુલાઈ 2023: બીજો શનિવાર
9 જુલાઈ 2023: રવિવાર
11 જુલાઈ 2023: કેર પૂજા (ત્રિપુરા)
13 જુલાઈ 2023: ભાનુ જયંતિ (સિક્કિમ)
16 જુલાઈ 2023: રવિવાર
17 જુલાઈ 2023: યુ તિરોટ સિંગ ડે (મેઘાલય)
22 જુલાઈ 2023: ચોથો શનિવાર
23 જુલાઈ 2023: રવિવાર
29 જુલાઈ 2023: મોહરમ (લગભગ તમામ રાજ્યોમાં)
30 જુલાઈ 2023: રવિવાર
31 જુલાઈ 2023: શહીદ દિવસ (હરિયાણા અને પંજાબ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.