Bank of Baroda Recruitment: બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠલા ઉમેદવારો માટે બેંકમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. બેંક ઓફ બરોડા દ્વારા ગુજરાત સહિત (Bank of Baroda Recruitment) દેશના વિવિધ રાજ્યોમાં એંગેજમેન્ટ એપ્રેન્ટીસની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા 4000 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ માટે અરજી પ્રક્રિયા આજે 19-2-2025, બુધવારના દિવસથી શરુ થઈ ગઈ છે. જે આગામી 11-3-2025 સુધી ચાલશે.
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત એપ્રેન્ટીસની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ખાલી જગ્યાની વિગતો
બેંક ઓફ બરોડાની આ ભરતી ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, મધ્ય પ્રદેશ સહિત અન્ય તમામ રાજ્યો માટે છે. કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી છે? ઉમેદવારો તેની વિગતો નીચેના કોષ્ટકમાંથી જોઈ શકે છે.
ભરતીની ખાલી જગ્યાની વિગતો
આંધ્રપ્રદેશ-59
આસામ-40
બિહાર-120
ચંદીગઢ-40
છત્તીસગઢ-76
દાદરા અને નગર હવેલી-07
દિલ્હી-172
ગોવા-10
ગુજરાત-573
હરિયાણા-71
જમ્મુ અને કાશ્મીર-11
ઝારખંડ-30
કર્ણાટક-537
કેરળ-89
મધ્યપ્રદેશ-94
મહારાષ્ટ્ર-388
મણિપુર-08
મિઝોરમ-06
ઓડિશા-50
પુડુચેરી-10
પંજાબ-132
રાજસ્થાન-320
તમિલનાડુ-223
તેલંગાણા-193
ઉત્તર પ્રદેશ-558
ઉત્તરાખંડ-30
પશ્ચિમ બંગાળ-153
કુલ=4000
બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, ઉમેદવારોએ NAPS અથવા NATS માં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચનામાંથી યોગ્યતા સંબંધિત વિગતો પણ વિગતવાર ચકાસી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App