UPI યૂઝર્સ સાવધાન: 1 એપ્રિલથી બંધ થઈ જશે આ મોબાઈલ નંબરોની બેન્કિંગ અને UPI સેવા, જાણો કારણ

UPI Service Suspended: Google Pay, PhonePe, Paytm દ્વારા UPI કરનારાઓ માટે 1 એપ્રિલથી નિયમો બદલાશે. તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI (UPI Service Suspended) સાથે જોડાયેલા એ મોબાઈલ નંબરો દૂર કરવા સૂચનાઓ આપી છે જે લાંબા સમયથી એક્ટિવ નથી. તમારું બેન્ક એકાઉન્ટ કોઈ આ પ્રકારનાં મોબાઇલ નંબરથી લિંક છે જે એક્ટિવ નથી તો એને રિમૂવ કરવામાં આવશે. ત્યારબાદ તમને UPI પેમેન્ટ કરવામાં સમસ્યા આવી શકે છે.

આ કારણે નિર્ણય લેવામાં આવ્યો
સાયબર ક્રાઇમનાં કેસમાં સતત વધારો થતાં NPCI એ આ નિર્ણય લીધો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશનનું કહેવું છે જે મોબાઇલ નંબરનો કોઈ ઉપયોગ કરતો નથી એટલે કે એક્ટિવ નથી એ બેન્કિંગ અને UPI સિસ્ટમમાં ટેકનિક સમસ્યાઓ પેદા કરે છે. જો ટેલિકોમ ઓપરેટરોએ આ નંબરો કોઈ બીજાના નામે જારી કર્યા હોય તો આનાથી છેતરપિંડીનું જોખમ વધી શકે છે.

સરકારનું કામ લોકોને સુરક્ષિત રાખવાનું અને છેતરપિંડીથી બચાવવાનું છે. સરકારનું કામ લોકોને સુરક્ષિત રાખવાનું છે. UPI પેમેન્ટ કરવા માટે મોબાઇલ નંબરનું બેન્ક એકાઉન્ટથી લિંક હોવું ખૂબ જરૂરી છે. યુપીઆઇ પેમેન્ટ કરતી વખતે મોબાઇલ નંબર ઓળખનું સાધન બની ગયું છે.

આનો મતલબ એ થાય છે કે જ્યારે પણ તમે કોઈ પેમેન્ટ કરો છો ત્યારે મોબાઇલ નંબર પર સુનિશ્ચિત કરે છે કે પૈસા સાચા વ્યક્તિને મળી રહ્યાં છે કે નહીં. આમ, જો કોઈ નંબર એક્ટિવ નથી તેમજ બીજા કોઈને ફાળવવામાં આવ્યો હોય તો પેમેન્ટ કરતી વખતે ફેલ થવાની સંભાવના તેમજ બીજાનાં ખાતામાં પહોંચવાની શક્યતા છે.

NPCI એ છેલ્લાં ઘણાં દિવસોથી બેન્ક અને યુપીઆઇ એપ્સને નિર્દેશ આપ્યો છે કે દર અઠવાડિયે ડિલીટ કરવામાં આવેલા મોબાઇલ નંબરનું લિસ્ટ અપડેટ કરો. આમ કરવાથી 1 એપ્રિલ પછી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ઇનએક્ટિવ મોબાઇલ નંબર બેન્કિંગ સિસ્ટમથી રિમૂવ થઈ ગયો છે.આમ, તમે જ્યારે UPI થી પેમેન્ટ કરો છો તો નાની-નાની વાતોનું ખાસ ધ્યાન રાખો. કોઈને તમે તમારો પીન નંબર તેમજ પર્સનલ ડિટેલ્સ કોઈને આપશો નહીં.