એપ્રિલમાં 16 દિવસ બેંક બંધ રહેશે: રજાઓની યાદી જોઈ લેજો નહીંતર ધક્કો માથે પડશે

April Bank Holiday: આજથી 1 એપ્રિલ, 2025 સાથે નવુ નાણાકીય વર્ષ શરૂ થયું છે. દરવર્ષે એક એપ્રિલના રોજ દેશભરની બેન્કોમાં રજા હોય છે. આરબીઆઈના નિયમો (April Bank Holiday) અનુસાર, નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ક્લોઝિંગ ઓફ એકાઉન્ટન્સનું ભારણ વધુ હોવાથી એક એપ્રિલના રોજ બેન્કિંગ સેવાઓ બંધ રહે છે. જો કે, નેટ બેન્કિંગ અને ડિજિટલ ટ્રન્જેક્શનની સેવાઓ ચાલુ રહે છે. નવા નાણાકીય વર્ષ સાથે આરબીઆઈએ નવું બેન્ક હોલીડે કેલેન્ડર પણ રજૂ કરી દીધું છે.

ગુજરાતમાં બેન્કો એપ્રિલ મહિનામાં કુલ 10 દિવસ બંધ રહેશે. જ્યારે દેશભરમાં વિકેન્ડ અને તહેવારની રજાઓને ગણતાં કુલ 16 દિવસ બેન્કોના કામકાજ બંધ રહેશે. જેથી બેન્કના જરૂરી કામકાજ પૂરાં કરતાં પહેલાં હોલીડે લિસ્ટ અવશ્ય ચકાસી લેવું.

એપ્રિલમાં આ તહેવારોની રજા
એપ્રિલમાં જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા તહેવારોના કારણે સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા સમાવિષ્ટ છે. જેમાં મહાવીર જયંતિ, આંબેડકર જયંતિ, ગુડ ફ્રાઈડે, બોહાગ બિહૂ, બસવા જયંતિ, અને અક્ષય તૃતિયા જેવા તહેવારો સામેલ છે. તદુપરાંત બાબુ જગજીવનરામ જયંતિ, સરહુલ, તમિલ ન્યૂ યર, હિમાચલ ડે, વિશુ, ચેઈરાઓબા, ગારિયા પુજા, અને પરશુરામ જયંતિ પણ સમાવિષ્ટ છે.

ગુજરાતમાં આ દિવસે બેન્કો બંધ રહેશે
ગુજરાતમાં કુલ 10 દિવસ બેન્કો બંધ રહેશે. જેમાં 1 એપ્રિલે જાહેર રજા, 10 એપ્રિલે મહાવીર જયંતિ નિમિત્તે રજા રહેશે. 14 એપ્રિલે આંબેડકર જયંતિના કારણે બેન્કો બંધ રહેશે. બાદમાં 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે બેન્કોના કામકાજ બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર 12 એપ્રિલ, 26 એપ્રિલ ઉપરાંત 6 એપ્રિલ, 13 એપ્રિલ, 20 એપ્રિલ, 27 એપ્રિલે રવિવારની રજા રહેશે.