જો તમારે પણ આવતીકાલે અને આવતીકાલે બેંકમાં કોઈ મહત્વનું કામ પતાવવાનું હોય તો આજે જ પૂર્ણ કરી દેજો. કારણ કે બેંકો આગામી પાંચ દિવસ સતત બંધ રહેશે. જોકે, દેશના તમામ રાજ્યોમાં આવું નહીં થાય. ઘણા રાજ્યોમાં બેંકની કામગીરી ચાલુ રહેશે. પરંતુ કેટલાક રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંકોમાં રજા રહેશે. બેંકિંગ રજાઓ ચોક્કસ રાજ્યોમાં ઉજવવામાં આવતા તહેવારો પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં, તમારે રજાઓની સૂચિ પણ જોવી જોઈએ.
ઓગસ્ટ મહિનો બેંકની રજા સાથે શરૂ થયો છે. 1 લી ઓગસ્ટ રવિવારે સાપ્તાહિક રજા હતી. ઓગસ્ટ મહિનામાં 5 રવિવારની રજાઓ છે. આમાંથી ત્રણ રજાઓ પૂર્ણ થઇ ચુકી છે અને બે બાકી છે. હવે 22 અને 29 ઓગસ્ટના રોજ, સાપ્તાહિક રજાના દિવસે રવિવારે બેન્કો બંધ રહેશે. પરંતુ તહેવારોને કારણે વિવિધ રાજ્યોમાં બેંકની કામગીરી બંધ રહેશે.
ઓગસ્ટમાં સતત પાંચ દિવસ બેંકમાં રજા રહેશે:
19 ઓગસ્ટના રોજ મોહરમ હોવાથી ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં રજા રહેશે. 20 ઓગસ્ટના રોજ ઓણમ હોવાથી કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં બેંકમાં રજા રહેશે. 21 ઓગસ્ટના રોજ તિરુવોનમના રોજ કેરળમાં બેંકમાં રજા રહેશે.
22 ઓગસ્ટના રોજ રવિવારની સાપ્તાહિક રજા રહેશે. 23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતીના દિવસે કેરળની બેંકમાં રજા રહેશે.
આ મહિનામાં ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેશે.
28 ઓગસ્ટ – મહિનાનો ચોથો શનિવાર
29 ઓગસ્ટ – રવિવાર
30 ઓગસ્ટ – જન્માષ્ટમી/કૃષ્ણ જયંતીને કારણે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુરમાં રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
31 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ અષ્ટમી નિમિતે હૈદરાબાદમાં બેંક બંધ રહેશે.
આ મહિનાની શરૂઆતમાં, બેંકો 14 અને 15 ઓગસ્ટે સતત બે દિવસ બંધ રહી હતી. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રજા કેલેન્ડર મુજબ, વિવિધ તહેવારોને કારણે બેંકોમાં લાંબી રજાઓ છે. તેથી, તમારે તમારું મહત્વનું કામ વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ. કારણ કે જ્યારે રજાઓ પછી બેંકો ખુલે છે, ત્યારે ભારે ભીડ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા મહત્વના કામ પર અસર પડી શકે છે.
અમે તમને જણાવી દઈએ કે, બેંકો દર રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. આ સિવાય દરેક રાજ્યમાં જુદા જુદા તહેવારો, મેળાઓ કે કોઈ ખાસ કાર્યને કારણે તે રાજ્યમાં બેંકોમાં રજાઓ હોય છે. જોકે, આ રજાઓની નેટ બેન્કિંગ પર કોઈ અસર થતી નથી. આ સેવા રાબેતા મુજબ ચાલુ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.