જાણો કેવી રીતે 103 વર્ષના દાદાએ ફક્ત 19 જ દિવસમાં ઘર બેઠા કોરોનાને આપી મ્હાત 

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ…

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે.

પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. જોઈ કોઈને પણ કોરોના આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો, તેમના ઘરે પાછા આવવાની સંભાવના હાલ ખુબ જ ઘટી ગઈ છે, કારણ કે કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે.

હાલમાં ચાલતા કોરોના કાળ વચ્ચે એક એવો કિસ્સો સામે આવો છે જેમાં દેશની આઝાદી માટે લડત લડનારા 103 વર્ષના દાદાએ કોરોના વાયરસ સંક્રમણને મ્હાત આપી છે. જાણવા મળ્યું છે કે, આધાર કાર્ડ મુજબ તેમની જન્મતારીખ 2 નવેમ્બર 1917 છે. આ દાદાનું નામ બિરડીચંદ ગોઠી છે

શું કહેવું છે ગોઠીનું?
મળતી માહિતી મુજબ, 5 એપ્રિલના રોજ આ દાદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શુક્રવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેમણે કહ્યું કે, કોરોના વયારસ સંક્રમિત થયા બાદ ડોક્ટરોએ મારી સારવાર કરી. આ સાથે જ ઘરે રહેતા લોકોએ પણ સહયોગ કર્યો. આ ઉપરાંત હું ખુશ રહ્યો અને સાદું ભોજન કરતો હતો. આથી હું કોરોનાને મ્હાત આપી શક્યો.

જલદી સ્વસ્થ થવાના જણાવ્યા કારણ
તેમણે કહ્યું કે, ઈશ્વરની કૃપાથી હું ઠીક છું. સારવાર દરમિયાન બધાનો સહયોગ મળ્યો. હું માનસિક રીતે ઠીક રહ્યો અને ખુશ રહ્યો. ખાવા પીવાનું સારું રાખ્યું. આથી જલ્દી સાજો થઈ ગયો. વધુમાં જણાવ્યું કે, બાળપણથી મારી દિનચર્યા સારી રહી છે. સવારે જલદી ઉઠવું, સંતુલિત અને સાદો આહાર, નિયમિત વ્યાયામ અને પાઠ કરવા, તથા હું પ્રસન્નચિતથી પોતાના દરેક કામને કરું છું. પરંતુ આજના વર્તમાન સમયમાં લોકો બદલાતા સમય સાથે પોતાને પણ બદલી નાખે છે. 

ખાવાપીવામાં ધ્યાન રાખો
તેમણે બિરડીચંદે કહ્યું કે, ‘આજકાલની ખાણી પીણી રહેણી કરણી લોકોને શારીરિક રીતે નબળા બનાવે છે. આથી બધાને સાદું જીવન અને સાદો તથા સંતુલિત આહાર લેવાની જરૂર છે. દિનચર્યા સારી કરીને શારીરિક પરિશ્રમ કરો અને પ્રસન્ન રહો. તેનાથી આપણે કોરોનાને હરાવી શકીએ છીએ.’

તેમણે જણાવ્યું કે, ડોક્ટર પ્રવીણ નાહરની દેખરેખમાં ઘરમાં જ તેમનો ઈલાજ થયો. ડો.નાહરે જણાવ્યું કે, તેઓ પાંચ એપ્રિલના રોજ સંક્રમિત થયા હતા અને 23 એપ્રિલના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયો છે. જાણવા મળ્યું છે કે, બિરડીચંદ ગોઠી મધ્ય પ્રદેશના બૈતુલના રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *